Grahan in October 2023/ ઓક્ટોબરમાં થવાનું છે વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ, આ 3 રાશિઓને મળશે જબરદસ્ત લાભ!

વર્ષ 2023ના છેલ્લા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું ગ્રહણ ઓક્ટોબર મહિનામાં જોવા મળશે.

Religious Trending Dharma & Bhakti
Mantavyanews 9 6 ઓક્ટોબરમાં થવાનું છે વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ, આ 3 રાશિઓને મળશે જબરદસ્ત લાભ!

Grahan in October 2023: વર્ષ 2023ના છેલ્લા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું ગ્રહણ ઓક્ટોબર મહિનામાં જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2023નું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થશે. જયારે 29 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક મહિનામાં 2 ગ્રહણ થવાના કારણે તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ પરિણામ જોવા મળશે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર બંને ગ્રહણની શુભ અસર થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે.

આ 3 રાશિઓ માટે ભાગ્ય ચમકશે

  1. મિથુન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિવાળા લોકોને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણથી ઘણો ફાયદો થવાનો છે. આ સમય દરમિયાન આ રાશિના વ્યક્તિના ઘરમાં ખુશીઓનું આગમન થશે. કરિયર અને બિઝનેસના ક્ષેત્રમાં તમને ઘણી સફળતા મળશે. નવી નોકરી મળવાની સંભાવના છે. આર્થિક લાભ થવાની સંભાવના છે.

  1. સિંહ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો માટે બંને ગ્રહણની અસર ફળદાયી સાબિત થશે. આ રાશિના લોકો પર સૂર્ય ભગવાનની ખૂબ કૃપા રહેશે. તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારમાં તમને સારો નફો મળશે. આર્થિક લાભ થશે. લવ લાઈફ જબરદસ્ત રહેશે.

  1. તુલા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ તુલા રાશિના લોકો માટે શુભ સાબિત થશે. ઓક્ટોબર મહિનો તેમના માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. વેપારમાં તમને સફળતા મળશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. મંતવ્ય ન્યૂઝ આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહી રજુ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો:રામ મંદિર સાઇટ પર કામ પૂરજોશમાં, જાન્યુઆરીમાં ભવ્ય ઉદ્ઘાટન

આ પણ વાંચો:મિથુન રાશિના જાતકો માટે રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ, જાણો તમારું રાશિ ભવિષ્ય

આ પણ વાંચો:કર્ક રાશિના જાતકોએ સાચવીને ચાલવું મુશ્કેલી વધી શકે છે,જાણો તમારું રાશિ ભવિષ્ય

આ પણ વાંચો: ક્યારે છે કરવા ચોથ ? જાણો પૂજાની ચોક્કસ તારીખ અને શુભ સમય, પદ્ધતિ