મર્ડર કેસ/ સુશીલ કુમારની મુશ્કેલીઓમાં વધારો, નોંધાઇ શકે છે વધુ એક કેસ

સુશીલ કુમાર માટે વધુ મુશ્કેલીઓ રાહ જોઇ રહી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 2 વખતનાં ઓલિમ્પિક મેડલ જીતનારા પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ લાગી શકે છે.

Sports
1 119 સુશીલ કુમારની મુશ્કેલીઓમાં વધારો, નોંધાઇ શકે છે વધુ એક કેસ

સુશીલ કુમાર માટે વધુ મુશ્કેલીઓ રાહ જોઇ રહી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 2 વખતનાં ઓલિમ્પિક મેડલ જીતનારા પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ લાગી શકે છે. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે સુશીલે 4 મેનાં રોજ દિલ્હીમાં 23 વર્ષીય કુસ્તીબાજ સાગર રાણાની હત્યામાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કર્યા બાદ મોબાઇલ ફોન અને વીડિયો ફૂટેજ સહિતનાં પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સુશીલ કુમાર સામે 201 આઈપીસી ઉમેરવાનો વિચાર કરી રહી છે. ભારતીય દંડ સંહિતાની કલમ પુરાવા ભૂંસી નાખવા માટેનો છે.

1 120 સુશીલ કુમારની મુશ્કેલીઓમાં વધારો, નોંધાઇ શકે છે વધુ એક કેસ

વન ચાઇલ્ડ પોલિસી / ચીનમાં બદલાયો વસ્તી નિયંત્રણ કાયદો, હવે કપલ 3 બાળકોને આપી શકશે જન્મ

સુત્રોએ જણાવ્યું છે કે, સુશીલ તપાસ દરમિયાન દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને સહયોગ આપી રહ્યો નથી. તેનો મોબાઇલ હજી મળ્યો નથી. એવું માનવામાં આવે છે કે સુશીલે પોતાનો મોબાઇલ ફોન હરિદ્વારમાં જ રાખ્યો હતો. વળી પોલીસ ઘટનાની રાત્રે સુશીલ દ્વારા પહેરેલા કપડાંની પણ શોધ કરી રહી છે. શનિવારે દિલ્હીની કોર્ટે કસ્ટોડિયલ પૂછપરછ માટે બે વખતનાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમાર અને તેના સહાયક અજયની પોલીસ કસ્ટડીમાં ચાર દિવસનો વધારો કર્યો છે. શરૂઆતમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે સુશીલ કુમારને હત્યાનાં કેસમાં વધુ તપાસ માટે હરિદ્વાર લઈ ગઈ હતી. 4 મેનાં રોજ છત્રસાલ સ્ટેડિયમ ખાતે સાગર રાણાનાં મોત બાદ સુશીલ નાસી છૂટ્યો હતો. ધરપકડથી બચવા સુશીલ સતત પોતાનું સ્થાન બદલી રહ્યો હતો અને મે મહિનામાં દિલ્હીનાં મુંડકા વિસ્તારમાંથી પકડાયો તે પહેલાં તે થોડા દિવસ હરિદ્વારમાં રોકાયો હતો.

1 121 સુશીલ કુમારની મુશ્કેલીઓમાં વધારો, નોંધાઇ શકે છે વધુ એક કેસ

અવસાન / ભાજપનાં MLA દેવેન્દ્ર પ્રતાપસિંહનું હાર્ટ એટેકથી થયુ નિધન, CM યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યુ દુઃખ

સુશીલ કુમાર તેમના નિવેદનમાં મક્કમ છે કે સાગરને મારવાનો કોઈ હેતુ નથી અને તેણે છોકરાઓને ફક્ત માર મારવા માટે બોલાવ્યો હતો. તપાસ દરમિયાન તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે સાગર છત્રસાલ સ્ટેડિયમનાં છોકરાઓને બગાડી રહ્યો હતો. દરમિયાન, રવિવારે પ્રકાશમાં આવ્યું કે દિલ્હી પોલીસ સુશીલની સામે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનનાં ભયાનક ગુંડાઓ સાથે સંકળાયેલા હોવા બદલ મહારાષ્ટ્ર ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ કંટ્રોલ એક્ટ (MCOCA) લાદવાની વિચારણા કરી રહી છે.

kalmukho str 27 સુશીલ કુમારની મુશ્કેલીઓમાં વધારો, નોંધાઇ શકે છે વધુ એક કેસ