World/ પુતિનના અન્ય ટોચના અધિકારીનું શંકાસ્પદ મૃત્યુ!

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વધુ એક નજીકના મિત્રનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે. 58 વર્ષીય મરિના યાંકીના નામના આ ડિફેન્સ ઓફિસરનું 16મા માળની ઈમારતની બારીમાંથી પડીને મોત થયું છે. આ ઘટના સેન્ટ…

Top Stories World
Another Suspicious death

Another Suspicious death: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વધુ એક નજીકના મિત્રનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે. 58 વર્ષીય મરિના યાંકીના નામના આ ડિફેન્સ ઓફિસરનું 16મા માળની ઈમારતની બારીમાંથી પડીને મોત થયું છે. આ ઘટના સેન્ટ પીટર્સબર્ગની છે. મરિના યાન્કીનાનું મૃત્યુ રાષ્ટ્રપતિ પુતિનની નજીકના મૃત્યુની લિસ્ટમાં એક નવું નામ છે. આ પહેલા પુતિનની નજીકના ઘણા અધિકારીઓ અથવા તેમના સંબંધીઓ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે.

રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં જામશિના સ્ટ્રીટ પર મરિના યાન્કીનાનો મૃતદેહ પડ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ જોયુ. એવું માનવામાં આવે છે કે 50 મીટરની ઊંચાઈએથી પડીને તેનું મૃત્યુ થયું હતું. યુક્રેનમાં વ્લાદિમીર પુતિનના યુદ્ધના ધિરાણમાં તેણી મુખ્ય વ્યક્તિ હતી. યાન્કીના સંરક્ષણ મંત્રાલયમાં નાણાકીય વિભાગના વડા હતા. મરિના યાન્કીના યુક્રેનમાં પુતિનના યુદ્ધને ફંડ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. રશિયાની તપાસ એજન્સીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. મરિના યાન્કીનાએ પશ્ચિમી લશ્કરી ક્ષેત્રમાં જોડાતા પહેલા ફેડરલ ટેક્સ સર્વિસમાં કામ કર્યું હતું. તે સેન્ટ પીટર્સબર્ગમાં પ્રોપર્ટી રિલેશન કમિટીના ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે.

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ આ કેસમાં આત્મહત્યાની આશંકા છે. જો કે તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. રિપોર્ટ અનુસાર લગભગ એક વર્ષ પહેલા જ્યારે પુતિને યુક્રેન યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યારે મરિનાએ પુતિનના આ મિશન માટે ફંડ એકઠું કર્યું હતું. જણાવી દઈએ કે પુતિનનું મિશન યુક્રેન હજુ સુધી કોઈ સફળ મોડ સુધી પહોંચ્યું નથી. પ્રાથમિક તપાસમાં મરિના આ બિલ્ડિંગના 16મા માળે રહેતી હતી કે પછી અહીં કામ કરતી હતી તે અંગે વિરોધાભાસી અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે આ ઘરમાં તેની અંગત વસ્તુઓ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે અહીંથી પડીને તેનું મૃત્યુ થયું હતું.

મરિના યાન્કીનાના પુતિન વહીવટીતંત્રમાં ઘણા અધિકારીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા. રિપોર્ટ અનુસાર મરિનાના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ મિખાઈલ મોકરતોવ સાથે ગાઢ સંબંધ હતા. તે એક રશિયન ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી છે જેમણે સેન્ટ પીટર્સબર્ગમાં વરિષ્ઠ અધિકારી તરીકે નિયુક્ત થયા પહેલા 2007 થી 2010 સુધી ફેડરલ ટેક્સેશન સર્વિસના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ ઘટના પહેલા મરિનાએ તેના પૂર્વ પતિ સાથે વાત કરી હતી. રશિયન મીડિયા અનુસાર આ ઘટના પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું નથી. જો કે મહિલાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોવાનું જાણવા મળે છે.

માત્ર યાંકીના જ નહીં, રશિયામાં અનેક રહસ્યમય મોત જોવા મળી રહ્યા છે. યાન્કીના એ હાઇ-પ્રોફાઇલ રશિયનનું પ્રથમ મૃત્યુ નથી 2022 ની શરૂઆતથી ડઝનેક રશિયન વ્યક્તિઓ રહસ્યમય સંજોગોમાં મૃત મળી આવી છે. 26 ડિસેમ્બરના રોજ રશિયન પીઢ ઉદ્યોગપતિ અને પુતિનના વિવેચક પાવેલ એન્ટોનોવનું ભારતના ઓડિશામાં હોટલની બારીમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. આના ચાર દિવસ પહેલા પાવેલ એન્ટોનોવના સહયોગી વ્લાદિમીર બિડેનોવ આ જ હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. થોડા દિવસો પહેલા પુતિને બરતરફ કરાયેલા મેજર જનરલ વ્લાદિમીર માકારોવનો મૃતદેહ મોસ્કોમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં 76 વર્ષીય યેવજેની લોબાચેવ મોસ્કોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. લોબાચેવ ફેડરલ સિક્યુરિટી સર્વિસમાંથી નિવૃત્ત મેજર જનરલ હતા. રશિયામાં શંકાસ્પદ મૃત્યુની યાદી લાંબી છે. મરિના યાન્કીનાના મૃત્યુ સાથે તેમાં વધુ એક નામ જોડાઈ ગયું છે.