Jammu Kashmir/ ફરી બોર્ડર પર શંકાસ્પદ ડ્રોન દેખાયું, BSF જવાનોએ 18 રાઉન્ડ ગોળીઓ છોડી

જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ પર એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રોનમાંથી શસ્ત્રો અથવા ડ્રગ્સ ફેકવામાં તો નથી આવ્યા ને ? તેની ખાતરી કરવા માટે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

Top Stories India Uncategorized
drone

શનિવારે જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ પર એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રોનમાંથી શસ્ત્રો અથવા ડ્રગ્સ ફેકવામાં તો નથી આવ્યા ને ? તેની ખાતરી કરવા માટે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફોર્સના જવાનોએ ઉડતી શંકાસ્પદ વસ્તુ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે તે વહેલી પરોઢે લગભગ 4:10 વાગ્યે અરનિયાના નાગરિક વિસ્તારમાં પ્રવેશ્યુ હતુ. ઈન્ટરનેશનલ બોર્ડર પર ડ્રોન નજરે પડ્યા બાદ બીએસએફ એલર્ટ થઈ ગઈ છે.

બીએસએફના પ્રવક્તાએ કહ્યું, “અરનિયા વિસ્તારમાં બીએસએફના જવાનોએ વહેલી પરોઢે 4:10 વાગ્યે એક શંકાસ્પદ ડ્રોનનો અવાજ સાંભળ્યો. સૈનિકોએ અવાજની દિશામાં ગોળીબાર કર્યો.” તેમણે કહ્યું કે પોલીસની મદદથી વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોનને જોયાની 10 મિનિટની અંદર બીએસએફના જવાનોએ લગભગ 18 ગોળીબાર કર્યો હતો.

જમ્મુ ઉપરાંત રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે પણ ગઈકાલે રાત્રે ડ્રોનની હિલચાલ જોવા મળી હતી, ત્યારબાદ સીમા સુરક્ષા દળના જવાનોએ ડ્રોન પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય બોર્ડર એરિયા નજીક શ્રીગંગાનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. બીએસએફના જવાનો દ્વારા લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી ડ્રોન પરત ફર્યું હતું. આ સંદર્ભે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સુરક્ષા દળોએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. સુરક્ષા દળો દ્વારા અહીંથી જપ્ત કરાયેલી વસ્તુઓમાં બે અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર, એક AK-47 મેગેઝિન, ઇન્સાસ રાઈફલના 48 રાઉન્ડ, AK-47ના 10 રાઉન્ડ, 9 એમએમ હથિયારના 38 રાઉન્ડ, ચાઈનીઝ પિસ્તોલના બે રાઉન્ડ, એક છરી અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આ ઓપરેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, 26 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 52મી બટાલિયન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.