ઈ-સ્ટેમ્પિંગની ઓફિસને તાળા/ હળવદમાં તંત્ર સર્જિત સ્ટેમ્પ પેપરની અછત, સ્ટેમ્પ પેપરના કાળાબજાર

જૂની મામલતદાર કચેરીમાં પાણી ભરાતા સમૂળગી કચેરી જ બંધ કરી દેવાઈ : લોકો વધુ નાણાં ચૂકવી ખરીદે છે સ્ટેમ્પ પેપર

Gujarat
સ્ટેમ્પ પેપરની

હળવદમાં તંત્ર સર્જિત સ્ટેમ્પ પેપરની કારમી અછત સર્જાઈ છે. છેલ્લા દોઢ મહિનાથી જગ્યાના અભાવે ઈ-સ્ટેમ્પિંગની ઓફિસને તાળા લાગી જતા લોકો ના છૂટકે સ્ટેપ પેપરના વધુ ભાવ દઈ લૂંટાઈ રહ્યા છે જેથી મામલતદાર દ્વારા વહેલી તકે જગ્યા ફાળવી ઈ-સ્ટેમ્પિંગની ઓફિસ ફરીથી ચાલુ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

હળવદ શહેરમાં આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ઈ- સ્ટેમ્પિંગની ઓફિસ કાર્યરત હતી અહીં લોકો સ્ટેમ્પ પેપર કઢાવવા માટે આવતા હતા પરંતુ હાલ ચોમાસામાં જૂની મામલતદાર કચેરીમાં ગોઠણ ડુબ પાણી ભરાઈ જતા હોવાના કારણે જ્યાં સુધી પાણી સુકાય નહીં ત્યાં સુધી ફરજિયાત ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા છે. બીજી તરફ વૈકલ્પિક વ્યવસ્થા ન થતા પ્રતિ સ્ટેમ્પ પેપર રૂપિયા 10થી 50 વધુ ચૂકવી લોકો કાળા બજારીમાં સ્ટેમ્પ પેપર ખરીદવા મજબુર બન્યા છે.

વધુમાં મામલતદાર દ્વારા આ ઓફિસ અન્ય કોઈ જગ્યાએ બદલવામાં ન આવતા છેલ્લા દોઢ મહિનાથી હળવદમાં ઈ-સ્ટેમ્પિંગની ઓફિસને અલીગઢી તાળા લાગી ગયા છે જેના કારણે લોકોને ના છૂટકે સ્ટેમ્પ પેપર કઢાવવા માટે વધુ નાણાં ચૂકવવા પડી રહ્યા છે. એક અરજદારના જણાવ્યા મુજબ હાલ બજારમાં જેટલા રૂપીયાનો સ્ટેમ્પ પેપર હોય તેનાથી 10 થી માંડી 50 સુધીનું કમિશન આપવું પડી રહ્યું છે. જેથી લોકો માંગ કરી રહ્યા છે કે લોકોને પડતી સમસ્યા દૂર કરી મામલતદાર રહેલી તકે ઇ-સ્ટેમ્પિંગ ની ઓફિસ અન્ય જગ્યાએ ફાળવી ચાલુ કરાવે તે જરૂરી છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં પોતાના જીવની ચિંતાને બાજુ પર મૂકી લોકોના સ્વાસ્થ્ય માટે સતત દોડતી આશા વર્કર પોતાના હક્ક માટે મજબૂર 

આ પણ વાંચો:વિશ્વવિખ્યાત યોગગુરુ પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી થયા બ્રહ્મલીન

આ પણ વાંચો:ચીન લદ્દાખના પેંગોંગ ત્સો પાસે ‘સર્વેલન્સ રેડોમ’ બનાવી રહ્યું છે!સેટેલાઇટ તસવીરથી થયો ખુલાસો