જામજોધપુર/ સર્કિટ હાઉસમાં તલાટી કમ મંત્રીનો ગળેફાંસો ખાઈ આપઘાત, પોલીસ કાફલો ઘટના સ્થળે

જામજોધપુરમાં સર્કિટ હાઉસમાં રહેતા અને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ પ્રજાપતિ નામના તલાટીએ આજે બપોરે જામજોધપુરના સર્કિટ હાઉસમાં કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી હતી.

Gujarat Others
આપઘાતની ઘટનાઓ
  • તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિ નામના તલાટીએ કર્યો આપઘાત
  • સર્કિટ હાઉસમાં દોરડા વડે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
  • પોલીસ કાફલો ઘટના સ્થળે
  • આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ

જામનગર જિલ્લાના જામજોધપુરમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ ગળે ફાસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ કર્મચારીએ આત્મહત્યા મેટા સરકારી સર્કીટ હાઉસ માજીને જીવન ટુંકાવ્યું હતું. તલાટીના આપઘાતથી સર્કીટ હાઉસમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર જામજોધપુરમાં સર્કિટ હાઉસમાં રહેતા અને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ પ્રજાપતિ નામના તલાટીએ આજે બપોરે જામજોધપુરના સર્કિટ હાઉસમાં કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતાં જામજોધપુર નો પોલીસ કાફલો ઘટના દોડી ગયો હતો, અને તલાટીના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આપઘાત કરી લેનાર તલાટી ભાવેશભાઇ પ્રજાપતિ કે જેઓ અપરિણીત હતા, અને છેલ્લા ત્રણ-ચાર માસથી જામજોધપુરમાં ફરજ પર જોડાયેલા હતા. અને તેઓને જામજોધપુર તાલુકાના બુટાવદર, મેઘપર અને જીણાવારી સહિતના ત્રણ ગામના તલાટી-કમ-મંત્રી નો ચાર્જ સોંપાયો હતો. જેના મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો.  ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમગ્ર મામલે જામજોધપુર પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.