Video/ ગુજરાતમાં દારૂબંધીની વાતો કાગળ પર, ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં થઇ દારૂની રેલમછેલ

ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના એક ગામનો છે. જેમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ ઉડતી જોવા મળી રહી છે. વીડિયોમાં કેટલાક શખ્સો કાયદાનો ડર રાખ્યા વગર દારૂની બોટલ લઈને એક બીજા પર દારૂની છોળો ઉડાવી રહ્યા છે.

Gujarat Others
ગીર સોમનાથમાં
  • ગુજરાતમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ
  • ગીરસોમનાથમાં લગ્ન પ્રસંગે યુવાનો છાકટા
  • બે વ્યક્તિઓની પોલીસ કરી અટકાયત
  • દારૂની બોટલ સાથે યુવાનોએ કર્યો ડાન્સ
  • મંતવ્ય ન્યૂઝ નથી કરી રહ્યું વીડિયોની પુષ્ટિ
  • વીડિયો ઉના પંથકનો હોવાનું અનુમાન

ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. આ વાત આજકાલની નહીં પરંતુ દારૂબંધી સમયથી કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ છે કે રાજ્યમાં લગભગ દરેક ગામ કે શહેરમાં દારૂ મળતો હોય છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ અહીં તો સરેઆમ દારૂબંધીના ધજ્જીયા ઉડ્યાના વીડિયો વાયરલ  થયો છે. ગીર સોમનાથમાં આ એક લગ્ન પ્રસંગનો વીડિયો હોવાની માહિતી મળી રહી છે. આ વીડીયો ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના એક ગામનો છે. જેમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ ઉડતી જોવા મળી રહી છે. વીડિયોમાં કેટલાક શખ્સો કાયદાનો ડર રાખ્યા વગર દારૂની બોટલ લઈને એક બીજા પર દારૂની છોળો ઉડાવી રહ્યા છે અને નાચી રહ્યા છે.

વાયરલ થયેલા વીડીયોમાં જોવા મળે છે કે, કેટલાક નબીરાઓને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મૂકીને આસપાસ નાચી રહ્યા છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એક બીજા ઉપર દારૂની છોળો ઉડાવી રહ્યા છે. આ વાઈરલ વીડિયોમાં ખાણ ગામના સરપંચના ભાઈ વિજય સોલંકી સહિતના શખ્સો હોવાની ચર્ચા છે.

કથિત વીડિયો 16 ફેબ્રુઆરીની રાત્રીનો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત આ વીડિયો ઉના તાલુકાના કાલાપાણ ગામનો અને નવ નિયુક્ત યુવા સરપંચના લગ્ન પ્રસંગનો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ વીડિયોમાં દેખાતા એક વ્યક્તિ ખાણ ગામના સરપંચના ભાઈ વિજય સોલંકી હોવાની ચર્ચા પણ લોકોમા ચાલી રહી છે.

આ પણ વાંચો :વડોદરામાં ટ્રાફિકના નિયમોના ઉડ્યા લીરેલીરા, ટુ વ્હીલર પર 5 લોકો થયા સવાર

આ પણ વાંચો :અંક્લેશ્વરમાં લોક ડાયરામાં થયેલા ફાયરિંગનો વીડિયો વાયરલ, યુવાને હવામાં કર્યું ફાયરિંગ

આ પણ વાંચો :પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?

આ પણ વાંચો :પલસાણામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, જાણો સમગ્ર ઘટના