Canada/ કેનેડામાં હિંદુ મંદિરોને બનાવ્યા નિશાન, 10 દિવસમાં 6 જગ્યાએ ચોરી-લૂંટ-તોડફોડ

છેલ્લા 10 દિવસમાં 6 મંદિરોમાં લૂંટ થઈ છે. તેમજ તોડફોડ કરવામાં આવી છે. હુમલાખોરોએ દાન પેટીઓમાંથી રોકડ રકમ તેમજ દેવતાની મૂર્તિઓ પર શણગારેલા ઘરેણાની ચોરી કરી હતી.

World
હિંદુ મંદિરો

કેનેડામાં વારંવાર હિંદુ મંદિરોને નિશાન બનાવવાના અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોમાં ચોરી, તોડફોડ અને લૂંટની ઘટનાઓને પગલે પુજારી અને ભક્તોમાં ગભરાટ ફેલાયો છે. અહેવાલો અનુસાર છેલ્લા 10 દિવસમાં 6 મંદિરોમાં લૂંટ થઈ છે. તેમજ તોડફોડ કરવામાં આવી છે. હુમલાખોરોએ દાન પેટીઓમાંથી રોકડ રકમ તેમજ દેવતાની મૂર્તિઓ પર શણગારેલા ઘરેણાની ચોરી કરી હતી. આ મામલે અનેક ફરિયાદો બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે મંદિરની આસપાસ પેટ્રોલિંગ વધારવાની ખાતરી પણ આપી છે.

આ પણ વાંચો :PM ઇમરાન ખાને સુર મહારાણી લતા મંગેશકરને આપી શ્રદ્વાંજલિ,જાણો શું કહ્યું…

ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)ના બ્રેમ્પટનમાં હનુમાન મંદિરમાં તોડફોડ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. 15 જાન્યુઆરીએ હનુમાન મંદિરમાં બનેલી ઘટના બાદ ઘટનાઓ શરૂ થઈ હતી. આ પછી, 25 જાન્યુઆરીએ, તે જ શહેરમાં દેવી ચિંતપૂર્ણી દુર્ગાનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ બંને બાદ હુમલાખોરોએ ગૌરી શંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ હંગામો મચાવ્યો હતો. હેમિલ્ટન સમાજના મંદિરને પણ નિશાન બનાવાયું હતું. 30 જાન્યુઆરીના રોજ, બે હુમલાખોરોએ મિસીસૌગામાં હિંદુ હેરિટેજ સેન્ટર (HHC) ખાતેના દાન પેટી અને મંદિરની મુખ્ય ઓફિસમાં તોડફોડ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનાઓ રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન, CCTV ફૂટેજમાં આ હુમલાખોરોની તસવીર સામે આવી છે, જેમાં તેઓ બેકપેક સાથે વિન્ટર ગિયર લઈને અને માસ્ક પહેરેલા જોવા મળે છે. આ ચોર અથવા બદમશોઓ મંદિરમાં પ્રવેશ્યા પછી દાનપેટીમાં રોકડ અને દેવતાઓના ઘરેણાં જેવી કિંમતી ચીજવસ્તુઓ શોધે છે. આ પછી તેઓ તોડફોડ અને લૂંટ ચલાવે છે. મંદિરે સુરક્ષા વધારી દીધી છે અને પરિસરની સુરક્ષા માટે સ્વયંસેવકોએ નાઇટ શિફ્ટ શરૂ કરી છે.

મંદિરના પૂજારીઓ અને ભક્તોમાં ગભરાટ

હિન્દુ હેરિટેજ સેન્ટરના પૂજારી પંડિત યદુનાથ શર્માએ આ ઘટનાઓ વિશે જણાવ્યું કે સવારની પ્રાર્થનાની તૈયારી કરતી વખતે પણ મને ડર લાગે છે. આજુબાજુ કોઈ છે કે કેમ તે જોવા હું આસપાસ જોતો રહું. હું બધી લાઇટ ચાલુ રાખું છું. આ સિવાય મંદિર ખોલતા પહેલા હું એ પણ જોઉં છું કે બારી પાસે કોઈ છુપાયેલું નથી. તે જ સમયે, એક ભક્તે કહ્યું કે હું મંદિરોમાં તોડફોડ વિશે સાંભળીને ખૂબ નિરાશ છું. કેનેડામાં આ પ્રકારનો ગુનો જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. મંદિરો પર સતત હુમલા એ એક ગંભીર સમસ્યા છે. તેણે આશા વ્યક્ત કરી છે કે કેનેડાની પોલીસ આ મામલાને જલ્દી ઉકેલી લેશે.

કેનેડામાં કોવિડ પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન  

કેનેડામાં છેલ્લા ઘણા દિવસોથી હજારો લોકો રસીને ફરજિયાત બનાવવા અને કોવિડ-19ના પગલે લાદવામાં આવેલા નિયંત્રણો અને નવી માર્ગદર્શિકા જેવા સરકારી આદેશો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ઓટ્ટાવા સહિત અન્ય કેનેડિયન શહેરોમાં વિરોધીઓએ શનિવારે સતત બીજા સપ્તાહના અંતે રસી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓના ડરથી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો કેટલાય દિવસોથી ગુપ્ત જગ્યાએ છુપાયેલા છે. પ્રદર્શનકારીઓમાં બાળકો, મહિલાઓ અને કેટલાક અપંગ લોકો પણ સામેલ છે. તેમના ટ્રક ડ્રાઇવરોના એક જૂથે ભૂતકાળમાં ઓટાવામાં પીએમના નિવાસસ્થાન અને સંસદનો ઘેરાવ કર્યો હતો.

આ પણ વાંચો : સ્વીડનમાં સફાઈ ખર્ચ ઘટાડવા કાગડાઓને તૈનાત કરાયા છે

આ પણ વાંચો :ન્યૂયોર્કમાં તોડવામાં આવી મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા, ભારતીય વાણિજ્ય દૂતાવાસે વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

આ પણ વાંચો :પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં 20 વિદ્રોહીને કર્યા ઠાર