Not Set/ જેટ એરવેઝ ખરીદવાના મુદ્દે ટાટા ગ્રુપનો ખુલાસો, હજી ચર્ચા થઇ રહી છે ફોર્મલ પ્રસ્તાવ મુકાયો નથી

ટાટા ગ્રુપનાં જેટ એરવેઝના એક્વિઝીશનને લઈને જે વાતો થઇ રહી હતી એ વાત પર ટાટા ગ્રુપે ખુલાસો કરતાં જણાવ્યું છે કે, જેટ એરવેઝને ખરીદવાની વાત પર ચર્ચા ચાલી રહી છે પરંતુ હજી સુધી કોઈ ફોર્મલ પ્રસ્તાવ રજુ થયો નથી. ફડચામાં ચાલી રહેલી જેટ એરવેઝનો 51% હિસ્સો જે નરેશ ગોયેલ પરિવારનો છે એને ટાટા ગ્રુપ ખરીદવાના […]

India Business
jet airways જેટ એરવેઝ ખરીદવાના મુદ્દે ટાટા ગ્રુપનો ખુલાસો, હજી ચર્ચા થઇ રહી છે ફોર્મલ પ્રસ્તાવ મુકાયો નથી

ટાટા ગ્રુપનાં જેટ એરવેઝના એક્વિઝીશનને લઈને જે વાતો થઇ રહી હતી એ વાત પર ટાટા ગ્રુપે ખુલાસો કરતાં જણાવ્યું છે કે, જેટ એરવેઝને ખરીદવાની વાત પર ચર્ચા ચાલી રહી છે પરંતુ હજી સુધી કોઈ ફોર્મલ પ્રસ્તાવ રજુ થયો નથી.

ફડચામાં ચાલી રહેલી જેટ એરવેઝનો 51% હિસ્સો જે નરેશ ગોયેલ પરિવારનો છે એને ટાટા ગ્રુપ ખરીદવાના છે એવી વાત ચાલી રહી છે. આ ડીલને લઈને ટાટા સન્સના બોર્ડ ગ્રુપ દ્વારા ચર્ચા થઇ હતી. જેટ એરવેઝની નાણાકીય વર્ષ 2018 સુધીમાં 10,772 કરોડ રૂપિયાની ખોટ છે.

આ એરલાઇન કંપનીમાં 16,000 કર્મચારીઓ છે.  ઇન્વેસ્ટમેન્ટ બેન્કરના કહેવા અનુસાર ટાટા માટે આ એક બિલીયન ડોલર ડીલ છે.