ઇસ્કોન બ્રિજ અકસ્માત/ તથ્ય પટેલનો ચિઠો આવતી કાલે કોર્ટમાં!

સૌથી મોટા સમાચાર અનુસાર તથ્ય પટેલ અકસ્માત કેસમાં આવતીકાલે ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ થાય તેવી શક્યતા શેવાઈ રહી છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 52 1 તથ્ય પટેલનો ચિઠો આવતી કાલે કોર્ટમાં!

ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ દ્વારા રિમાન્ડ પૂર્ણ થતા તથ્ય પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્ય પટેલને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે. હવે કેદી નંબર-8683 થી બોલાવવામાં આવશે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કેદી નંબર 8626 અપાયો છે. આ બંને બાપબેટાની જોડીને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.ત્યારે હાલ મળી રહેલા  સૌથી મોટા સમાચાર અનુસાર તથ્ય પટેલ અકસ્માત કેસમાં આવતીકાલે ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ થાય તેવી શક્યતા શેવાઈ રહી છે.

આરોપી તથ્ય પટેલની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં ખૂલ્યુ છે કે તે પહેલેથી ફુલસ્પીડે ગાડી ચલાવવાની આદત ધરાવે છે અને 20 દિવસના ગાળામાં તે બે અકસ્માત કરી ચુક્યો છે. એ અગાઉ ત્રીજી જૂલાઈએ સિંધુભવન રોડ પર પણ તેમણે એક કાફેની દીવાલ સાથે થાર ગાડી અથડાવી હતી. જેમાં દીવાલ તૂટી ગઈ હતી. જો કે બાદમાં તેમણે સમાધાન કરી લેતા કાફેના માલિકે ફરિયાદ કરી ન હતી. જો કે ત્યારબાદ 19 જૂલાઈએ ઈસ્કોન બ્રિજ પર થયેલા કમકમાટી ભર્યા અકસ્માત બાદ તથ્ય સામે ત્રીજી જુલાઈના અકસ્માતને લઈને પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

19 જુલાઈનાં રોજ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ફૂલ સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

આ પણ વાંચો:ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો, ડ્રગ્સના FSLના રિપોર્ટ બાદ પોલીસની ઊંઘ ઉડી