જાહેરાત/ વર્લ્ડ કપ ટેસ્ટની ફાઇનલ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમની જાહેરાત

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન સાઉથૈમ્પટનમાં રમાશે

Sports
tttt વર્લ્ડ કપ ટેસ્ટની ફાઇનલ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમની જાહેરાત

આપણા દેશમાં  ક્રિકેટને લઇને હંમેશા એક જુદો જ ક્રેઝ જોવા મળે છે. પછી તે ગલી ક્રિકેટ હોય, આઇપીએલ હોય, ટેસ્ટ ક્રિકેટ હોય કે વર્લ્ડ કપ હોય. કોરોનાના કપરા સમયમાં બીસીસીઆઇએ વર્લ્ડ કપ ટેસ્ટ ફાઇનલ માટે અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે.  ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22જૂન દરમિયાન સાઉથૈમ્પટનમાં રમાશે. ત્યારબાદ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે.

બીસીસીઆઇની સિનિયર સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ સામે જૂન મહિનામાં ઈંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે અને ઈંગ્લેન્ડ સામે યોજાનાર પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરી છે.

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન સાઉથૈમ્પટનમાં રમાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી કેપ્ટનનું સુકાન સંભાળશે. ઉપરાંત અજિંક્ય રહાણે વાઈસ કેપ્ટન તરીકે મેદાન પર જોવા મળશે. જ્યારે ઋષભ પંત વિકેટ કીપર જોવા મળશે. આર, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, હનુમા વિહારી, કેએલ રાહુલ (ફિટનેસ ક્લિયરન્સને હેઠળ) રિદ્ધિમાન સાહા (વિકેટકીપર, ફિટનેસ ક્લિયરન્સ હેઠળ). અને અભિમન્યુ ઈસ્વરન, પ્રસિદ્વ કૃષ્ણા, આવેશ ખાન, અર્જન નાગવાસવાલા જેવા ક્રિકેટરો પોતાના ચાહકો માટે ઇંગ્લેન્ડના મેદાન પર ચોગ્ગા અને છીક્સ મારશે. હવે આ માહોલ વચ્ચે પણ ક્રિકેટ રસીકો ક્રિકેટની રાહ જોશે તેમાં કોઇ બે મત નથી.