Cricket/ ટીમ ઈન્ડિયા 2021 માં રહેશે વ્યસ્ત, જાણો ક્યારે અને કોની સાથે રમશે મેચ

2020 માં, કોવિડ-19 રોગચાળાને લીધે, ટીમ ઇન્ડિયા બહુ ઓછી મેચ રમી શકી છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે 2021 નુ વર્ષ ખૂબ જ સારુ રહેશે તેવી પૂરી સંભાવનાઓ છે….

Sports
zzas1 66 ટીમ ઈન્ડિયા 2021 માં રહેશે વ્યસ્ત, જાણો ક્યારે અને કોની સાથે રમશે મેચ

2020 માં, કોવિડ-19 રોગચાળાને લીધે, ટીમ ઇન્ડિયા બહુ ઓછી મેચ રમી શકી છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે 2021 નુ વર્ષ ખૂબ જ સારુ રહેશે તેવી પૂરી સંભાવનાઓ છે. જી હા, 2021 માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, ટીમ ઇન્ડિયા નોન સ્ટોપ ક્રિકેટ રમવાની છે.

જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફરશે અને ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટૂર્નામેન્ટ રમશે. ઇંગ્લેન્ડનાં ભારત પ્રવાસનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે તમામ સૂચિત શ્રેણી ત્યારબાદ છે. ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ભારતમાં રમવાનો છે.

2021 માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ કંઈક આવું રહેશે…

જાન્યુઆરી 2021

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર સિરીઝની બે મેચ ડિસેમ્બરમાં રમાઇ ગઇ, જ્યારે બાકીની બે મેચ જાન્યુઆરીમાં રમાવાની છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 7 જાન્યુઆરીથી અને છેલ્લી ટેસ્ટ મેચ 15 જાન્યુઆરીથી બ્રિસબેન ખાતે રમાવાની છે. આ બંને ટેસ્ટની સાથે ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થશે.

ફેબ્રુઆરી-માર્ચ 2021

5 ફેબ્રુઆરીથી 28 માર્ચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. આ સમય દરમિયાન, ભારતે ચાર ટેસ્ટ મેચ, પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી, બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી, ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી અને છેલ્લી ટેસ્ટ 4 માર્ચથી રમાવાની છે. પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ક્રમશ 12, 14, 16, 18, 20 માર્ચે રમાશે. 23, 26, 28 માર્ચનાં રોજ ત્રણ વનડે મેચ રમાશે.

એપ્રિલ-મે 2021

કોરોના રોગચાળાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝન દુબઇમાં રમાઈ હતી. આઈપીએલની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાઇ હતી, 14 મી સીઝન એપ્રિલ-મે 2021 માં રમાશે. આ વર્ષે ભારતમાં આઈપીએલ રમાશે.

જૂન-જુલાઈ 2021

આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જશે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વન-ડે આંતરરાષ્ટ્રીય અને પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે. આ પછી, ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં રોકાશે, જ્યાં એશિયા કપ રમાવાનો છે.

જુલાઈ 2021

શ્રીલંકામાં એશિયા કપ બાદ ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે માટે રવાના થશે. આ પ્રવાસ 2020 માં થવાનો હતો, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે મોકૂફ રાખવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેમાં લિમિટેડ ઓવરની શ્રેણી રમશે.

ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021

ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ઇંગ્લેન્ડ રવાના થશે. ઓગસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ખૂબ મહત્વની રહેશે.

ઓક્ટોબર 2021

ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ સ્વદેશ પરત ફરશે, જ્યાં તેમને દક્ષિણ આફ્રિકાની યજમાની કરવી પડશે. આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 પહેલા ભારત દક્ષિણ આફ્રિકા સામે હોમ સીરીઝ રમશે.

ઓક્ટોબર—નવેમ્બર 2021

ટી-20 વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે. 2007 નાં ટી-20 વર્લ્ડ કપથી ભારત આ ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી. ટીમ ઈન્ડિયા નિશ્ચિતરૂપે પોતાની યજમાનીમાં આ ટૂર્નામેન્ટ જીતવા માંગશે.

નવેમ્બર-ડિસેમ્બર 2021

ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની યજમાની કરશે. આ સમય દરમિયાન, બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાશે.

ડિસેમ્બર 2021

વર્ષનાં અંતે ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર જશે. આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો