Team India/ વેસ્ટ ઈન્ડિઝ પછી ઝિમ્બાબ્વે પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા, શેડ્યૂલ જાહેર!

ટીમ ઈન્ડિયા આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જાય તેવી શક્યતા છે, બંને બોર્ડ ત્રણ મેચની વનડે શ્રેણી માટે સંમત થયા છે પરંતુ પ્રવાસને હજુ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી

Top Stories Sports
5 2 2 વેસ્ટ ઈન્ડિઝ પછી ઝિમ્બાબ્વે પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા, શેડ્યૂલ જાહેર!

ટીમ ઈન્ડિયા આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જાય તેવી શક્યતા છે. બંને બોર્ડ ત્રણ મેચની વનડે શ્રેણી માટે સંમત થયા છે પરંતુ પ્રવાસને હજુ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ અહેવાલો અનુસાર, આ મેચો 18, 20 અને 22 ઓગસ્ટે રમાઈ શકે છે. બીસીસીઆઈ આ પ્રવાસ માટે બીજા દરજ્જાની ટીમ મોકલી શકે છે, જેમાં કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ પણ હોઈ શકે છે.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કોચ લાલચંદ રાજપૂતે કહ્યું, “ભારત સામેની શ્રેણી ઝિમ્બાબ્વેમાં ક્રિકેટ સમુદાય માટે મોટી તક છે. આ શ્રેણી યુવા પેઢીમાં રમત રમવા માટે ઘણો રસ પેદા કરશે. એકંદરે ઝિમ્બાબ્વે ક્રિકેટ માટે આ શ્રેણી ઘણી સારી રહેશે.

છ વર્ષ પછી થઈ રહ્યો છે પ્રવાસ

જો બધુ બરાબર રહ્યું તો ભારતીય ટીમ છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. છેલ્લી વખત એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા જૂન-જુલાઈ 2016માં ઝિમ્બાબ્વેમાં ત્રણ વનડે અને T20 મેચો માટે ગઈ હતી. આ પ્રવાસમાં T20 મેચની સીરીઝનું આયોજન કરવામાં આવશે નહીં માત્ર ODI સીરીઝ રમાશે.

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ (સંભવિત સમયપત્રક)

1લી ODI – 18 ઓગસ્ટ

2જી ODI – 20 ઓગસ્ટ

ત્રીજી ODI – 22 ઓગસ્ટ

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત

ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે અને ટી-20 શ્રેણીમાં વ્યસ્ત છે. ભારતનો આ ઈંગ્લેન્ડ પ્રવાસ 17 જુલાઈએ છેલ્લી ODI મેચ સાથે સમાપ્ત થશે. ઈંગ્લેન્ડ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે જ્યાં તેને ત્રણ વનડે અને 5 ટી20 મેચ રમવાની છે. ખાસ વાત એ છે કે T20 સિરીઝની છેલ્લી બે મેચ અમેરિકામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝનો આ પ્રવાસ 22 જુલાઈથી શરૂ થશે અને છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે.

ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ભાગ લેશે

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે, ત્યારબાદ ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેશે. તે 28 ઓગસ્ટે એશિયા કપમાં પાકિસ્તાન સામે પણ ટકરાશે. આ વખતે એશિયા કપની યજમાની શ્રીલંકા કરી રહી છે. જોકે, એશિયા કપની યજમાનીને લઈને સમગ્ર સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી.