Not Set/ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટને તોડ્યો ખાસ રેકોર્ડ

ત્રીજી વનડેમાં કેપ્ટનશિપ કર્યા બાદ વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે મોટો રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં કેપ્ટન તરીકે કોહલીની આ 200 મી મેચ છે.

Sports
Untitled 143 ટીમ ઈન્ડિયાનાં કેપ્ટને તોડ્યો ખાસ રેકોર્ડ

ક્રિકેટની રમતમાં ઘણીવાર રેકોર્ડ તૂટતા આવ્યા છે. જો કે ક્રિકેટની રમતમાં કોઇપણ રેકોર્ડ તોડવો આસાન હોતો નથી. જણાવી દઇએ કે, ત્રીજી વનડેમાં કેપ્ટનશિપ કર્યા બાદ વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે મોટો રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં કેપ્ટન તરીકે કોહલીની આ 200 મી મેચ છે. કોહલી 200 કે તેથી વધુ મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.

IND vs ENG / ઈંગ્લેેન્ડે એકવાર ફરી જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

હવે મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીન કોહલીથી આગળ છે. એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 332 મેચોમાં કેપ્ટન તરીકે ભારતની કમાન સંભાળી છે, જેમાં ભારતે 178 મેચ જીતી હતી, સાથે સાથે ભારતીય ટીમને 120 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વળી મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ ભારતે 221 મેચ રમી હતી, જેમાં ભારતે 104 મેચ જીતી હતી, ઉપરાંત 90 મેચોમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની વાત કરીએ તો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં 199 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં ભારતે 127 મેચોમાં વિજય અને 55 મેચમાં હારનો સ્વાદ ચાખ્યો છે.

‘સિંહ’ ગર્જના / સચિન તેંડુલકરને કોરોના થવા પર કેવિન પીટરસને માર્યો ટોણો, યુવરાજ સિંહે આપ્યો જવાબ

કોહલી વિશ્વનો 8 મો કેપ્ટન બની ગયો છે, જેણે પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 કે તેથી વધુ મેચની કેપ્ટનશીપ કરી છે. ભારત તરફથી એમ એસ ધોની વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ મેચની કેપ્ટનશીપ કરનારો ખેલાડી છે. ધોની પછી, ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ બીજા ક્રમે છે, પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 324 મેચોમાં પોતાના દેશ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ સંભાળી છે. ન્યૂઝીલેન્ડનાં સ્ટીફન ફ્લેમિંગે 303 મેચોમાં ટીમની કમાન સંભાળી છે. ગ્રેમ સ્થિમે 286, ઓસ્ટ્રેલિયાનાં એલન બોર્ડરે 271 અને સાથે જ અર્જુન રણતુંગાએ શ્રીલંકા માટે 249 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. ભારતનાં અઝહરે 221 મેચની કેપ્ટનશીપ કરી છે. જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીએ 196 મેચોમાં ભારતની કપ્તાની સંભાળી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 97 મેચોમાં વિજય અને 79 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ