Not Set/ WhatsAppમાં જોડવામાં આવ્યું આ નવું ફિચર્સ, જે તમારી માટે બની શકે છે ઉપયોગી

નવી દિલ્હી, સોશિયલ મેસેન્જર સાઈટ WhatsAppમાં એક નવું ફિચર્સ જોડવામાં આવ્યું છે, જેનો મુખ્ય ફાયદો ગ્રુપ એડમિનને મળવા જઈ રહ્યો છે. આ નવા ફિચર્સ દ્વારા ગ્રુપ એડમિનની તાકાત હવે વધુ જશે. આ ફિચર્સ દ્વારા કોઈ પણ WhatsApp ગ્રુપના એડમિન હવેથી નક્કી કરી શકશે કે ગ્રુપમાં કયો મેમ્બર મેસેજ મોકલી શકશે. આ નવા ફિચર્સમાં એન્ડ્રોઇડ માટે […]

Trending Tech & Auto
lw5nto13tubp7d8p7nez WhatsAppમાં જોડવામાં આવ્યું આ નવું ફિચર્સ, જે તમારી માટે બની શકે છે ઉપયોગી

નવી દિલ્હી,

સોશિયલ મેસેન્જર સાઈટ WhatsAppમાં એક નવું ફિચર્સ જોડવામાં આવ્યું છે, જેનો મુખ્ય ફાયદો ગ્રુપ એડમિનને મળવા જઈ રહ્યો છે. આ નવા ફિચર્સ દ્વારા ગ્રુપ એડમિનની તાકાત હવે વધુ જશે.

આ ફિચર્સ દ્વારા કોઈ પણ WhatsApp ગ્રુપના એડમિન હવેથી નક્કી કરી શકશે કે ગ્રુપમાં કયો મેમ્બર મેસેજ મોકલી શકશે.

આ નવા ફિચર્સમાં એન્ડ્રોઇડ માટે WhatsAppનું બીટા વર્જન 2.18.201 અને આઈફોન માટે સ્ટેબલ વર્જન 2.18.70માં જાહેર કરવામાં આવ્યું છે.

whatsapp 2 20171016 165818 WhatsAppમાં જોડવામાં આવ્યું આ નવું ફિચર્સ, જે તમારી માટે બની શકે છે ઉપયોગી

આ નવા ઓપ્શન ગ્રુપ સેટિંગ મેનુમાં “સેન્ડ મેસેજ“ના નામથી આપવામાં આવ્યું છે. આ ફિચર્સ દ્વારા એડમિન નક્કી કરી શકે છે કે, ગ્રુપના તમામ મેમ્બર મેસેજ મોકલી શકે છે કે માત્ર એડમિન જ મોકલી શકશે.

જયારે બીજા મેમ્બર માત્ર કોઈ પણ સંવાદનો ભાગ બની શકશે નહિ. બીજી બાજુ આ ફિચર્સને ત્યારે પણ એક્સેસ કરવામાં આવશે જયારે ગ્રુપમાં માત્ર એક જ એડમિન હશે.

 સેન્ડ મેસેજ ફિચર્સને આ રીતે કરશો એક્ટિવ :

આ નવા ફિચર્સ માટે WhatsAppનું નવું લેટેસ્ટ વર્જન અપડેટ કરો

ગ્રુપમાં સેટિંગ્સમાં જાઓ

ગ્રુપ ઇન્ફોને ઓપન કરો

ગ્રુપ સેટિંગ્સ પર ટેપ કરો

સેન્ડ મેસેજ પર ક્લિક કરો

ત્યારબાદ અંતે ONLY એડમિન પર સિલેક્ટ કરો.