Not Set/ ભારતમાં ૮ ઓગષ્ટે લોન્ચ થશે શાઓમીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા તેના બે લેટેસ્ટ સ્માર્ટફોન Mi A2 અને Mi A2 લાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. શાઓમી દ્વારા આ સ્માર્ટફોન ૨૪ જુલાઈના રોજ સ્પેનના ગ્લોબલ પ્રોડક્ટ લોન્ચ ઇવેન્ટમાં લોન્ચ કરાયા છે. જો કે આ સ્માર્ટફોન ભારતમાં આગામી ૮ ઓગષ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે. શાઓમી ઇન્ડિયાના હેડ અને કંપનીના વાઈસ […]

Trending Tech & Auto
xiaomi mi a2 a2 lite copy ભારતમાં ૮ ઓગષ્ટે લોન્ચ થશે શાઓમીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન

નવી દિલ્હી,

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા તેના બે લેટેસ્ટ સ્માર્ટફોન Mi A2 અને Mi A2 લાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. શાઓમી દ્વારા આ સ્માર્ટફોન ૨૪ જુલાઈના રોજ સ્પેનના ગ્લોબલ પ્રોડક્ટ લોન્ચ ઇવેન્ટમાં લોન્ચ કરાયા છે.

જો કે આ સ્માર્ટફોન ભારતમાં આગામી ૮ ઓગષ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે. શાઓમી ઇન્ડિયાના હેડ અને કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈને આ માહિતી આપી હતી.

xiaomi mi a2 hand back full ભારતમાં ૮ ઓગષ્ટે લોન્ચ થશે શાઓમીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન

શાઓમીના Mi A2 સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો, Mi A2 પણ એન્ડ્રોઇડ વન પર ચાલનારો સ્માર્ટફોન છે, જેમાં સતત ગુગલ દ્વારા સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ મળતા હોય છે.

Mi A2 સ્માર્ટફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશન

શાઓમીના સ્માર્ટફોન Mi A2માં ૬ GB રેમની સાથે ૧૨૮ GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. અ સ્માર્ટફોનની સાઈઝ ૫.૯૯ ઇંચ છે અને તેનો એક્સપેક્ટ રેશિયો ૧૯:૯ છે.

Mi A2 ક્વોલ્કોમ સ્નેપડ્રેગન ૬૬૦ પ્રોસેસર પર ચાલે છે. જયારે બીજા વેરિયન્ટમાં ૪ GB રેમની સાથે ૬૪ GB ઇન્ટરનલ મેમરી અપાઈ છે.

gsmarena 053 ભારતમાં ૮ ઓગષ્ટે લોન્ચ થશે શાઓમીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન

આ સ્માર્ટફોનના કેમેરાની વાત કરવામાં આવે તો, શાઓમીના આ સ્માર્ટફોન ૨૦ મેગાપિક્સલ સેન્સર સુપર પિક્સલ ટેકનોલોજી પર કામ કરે છે અને તેમાં બ્રાઈટ ક્લિક કરી શકાતી હોય છે. સેલ્ફી માટે ૨૦ મેગાપિક્સલનો કેમેરો પણ અપાયો છે.

Mi A2ના ૪ GB રેમ અને ૩૨ GB ઇન્ટરનલ મેમરીની કિંમત ૨૪૯ યુરો તેમજ ૪ GB રેમ અને ૬૪ GB ઇન્ટરનલ મેમરીની કિંમત ૨૭૯ યુરો છે. જયારે Mi A2ના ટોપ વેરિયન્ટ ૬ GB રેમ અને ૧૨૮ GB ઇન્ટરનલ મેમરીની ની કિંમત ૩૪૯ યુરો રાખવામાં આવી છે.