Not Set/ કચ્છમાં અંધશ્રદ્ધાનું ભયાનક રૂપ દેખાયું, 6 લોકોના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યાં

પરિવારના 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખીને બાળવામાં આવ્યા છે. 6 લોકો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે….

Gujarat Others
ઉકળતા તેલમાં

આધુનિકયુગમાં પણ આજે કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધા જોવા મળી છે. જેમાં પરિવારના 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખીને બાળવામાં આવ્યા છે. 6 લોકો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. તો બીજી તરફ આ મામલે પોલીસમાં જાણવાજોગ દાખલ કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :લીંબડીમાં ખુલ્લેઆમ દારૂની પોટલીની હેરાફેરીનો વીડિયો ફરતો થયો

આ મામલે મળતી માહિતી અનુસાર, ભકિતવાંઢની યુવતીના લગ્ન ગેડી ગામના રત્ના કાના કોળી સાથે સામાજીક રિતરિવાજ મુજબ થયા હતા. પરંતુ બે મહિના પહેલા જમાઈ સાથે મહિલા પિયર આવ્યા બાદ ગુમ થઈ હતી. ત્યારબાદ સાસરીયા અને પિયર પક્ષવાળા શોધખોળ કરી રહ્યા હતા.  અને બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો. પરંતુ પરિણીતાનો કોઈ પતો લાગતો ન હતો.

આ પણ વાંચો :લીંબડીના PGVCLના કર્મીઓએ વીજળીના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો

દરમિયાન ગઈકાલે જમાઈ સહિત સસરા પક્ષના 9 લોકો દ્વારા પિયરપક્ષના સસરા હીરા ધરમશી કોળી સહિત 6 વ્યકિતઓને સમાધાન કરવા ગેડી બોલાવ્યા હતા.ત્યાંથી માતાજીના મંદિરે લઈ જવાયા હતા. બંને પક્ષના લોકો દ્વારા મંદિરે પહોંચ્યા હતા જયાં જમાઈ દ્વારા સસરા પક્ષના લોકો પર વહેમ રાખીને મારી પત્નીને તમે ભગાડી મુકી છે અથવા વેંચી દીધી છે એવા આક્ષેપો કર્યા હતા અને આ ખોટુ હોય તો પહેલાથી તવામાં રાખેલા ગરમ તેલમાં હાથ નખાવવા ધોકા, લાકડી સહિતના હથિયારો સાથે બળજબરી કરી હતી. આ ઘટનાએ વાગડ સહિત કચ્છઆખામાં ચકચાર મચાવી છે.

આ પણ વાંચો :ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થી વિસર્જનને લઈ વિવાદ, પુરોહિતોની આંદોલનની ચિમકી

ઉકળતા તેલમાં હાથ બળતા છ લોકોને રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે રાપર પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હીરા ધરમશીના નિવેદન પરથી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :રાજય માં આજે નવા માત્ર ૧૬ કેસો નોંધાયા, એક પણ મોત નહિ