OMG!/ આ શખ્સનાં મોંઢામાંથી નીકળ્યો ભયાનક Spider, જુઓ Video

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિનાં મોંઢામાંથી એક વિશાળ ઝેરી કરોળિયો નીકળતો જોવા મળી રહ્યો છે. જે જોઇને ખૂબ જ ભયાનક લાગી રહ્યો છે. ઝૂકીપર જે બ્રેવરે હેલોવીન સાથે સુસંગત એક વીડિયો શેર કર્યો છે.

Ajab Gajab News
Spider

હેલોવીન પાર્ટી ઓક્ટોબરનાં અંતમાં ઉજવવામાં આવે છે. હેલોવીનની ઉજવણીનાં આ સમયમાં, માણસો કોસ્ચ્યુમ અને મેક-અપમાં ફરતા જોવા મળે છે. લોકો ભયાનક દેખાતા ગેટઅપમાં અહીં-ત્યાં હેલોવીન પાર્ટીની ઉજવણી કરતા જોવા મળે છે. આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને તમારી આંખો પર ભરોસો નહી થાય.

આ પણ વાંચો – OMG! / લગ્નના દિવસે ઉત્સાહિત દુલ્હન વરરાજાને લેવા સાસરિયે પહોંચી,જોઇલો વીડિયો તમે પણ…

આપને જણાવી દઇએ કે, આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિનાં મોંઢામાંથી એક વિશાળ ઝેરી કરોળિયો નીકળતો જોવા મળી રહ્યો છે. જે જોઇને ખૂબ જ ભયાનક લાગી રહ્યો છે. ઝૂકીપર જે બ્રેવરે હેલોવીન સાથે સુસંગત એક વીડિયો શેર કર્યો છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું છે, “જ્યારથી હેલોવીન નજીક આવે છે ત્યારથી અહીં વસ્તુઓ થોડી વિચિત્ર થઈ રહી છે.” આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

https://www.instagram.com/reel/CVfluVip8FT/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – OMG! / ટામેટા અને ક્રિસ્ટલ બ્રેડથી બનેલા ‘ઈનવિઝિબલ પિઝા’ની રેસિપી થઈ રહી છે વાયરલ, જોઇલો તમે પણ..

દુર્લભ દસ પગવાળું ટેરેન્ટુલા સ્પાઈડર મૂળ ઓસ્ટ્રેલિયાનાં ક્વીન્સલેન્ડમાં જોવા મળે છે. ટેરેન્ટુલાસ ખૂબ જ ઝેરી કરોળીયો હોય છે. જો કે તેના ડંખથી કોઇ મરતુ નથી, પરંતુ છ કલાક સુધી ઉલ્ટી થઈ શકે છે. આ સાથે, એક કલાકમાં, સોજો, તીવ્ર દુખાવો, અગવડતા વગેરેની ફરિયાદો થઇ શકે છે. તે બાદ રિકવરી થવામાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે. તેનો ડંખ ક્યારેક અડધા કલાકમાં કૂતરા કે બિલાડીને મારી શકે છે.