હુમલો/ કાશ્મીરમાં આતંકવાદી હુમલો 2 જવાન સહિત બે નાગરિકાનાં મોત

કાશ્મીરમાં આંતકી હુમલો

Top Stories
kashmir કાશ્મીરમાં આતંકવાદી હુમલો 2 જવાન સહિત બે નાગરિકાનાં મોત

જમ્મુ-કાશ્મીરના સોપોરના અરમપોરામાં નાકા પર આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. આ આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ અને બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે આ હુમલા પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે. હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓથી બચવું અશક્ય છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. નજીકના તમામ નાકા સીલ કરી દેવાયા છે.

આ પહેલા શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં કેટલાક આતંકીઓએ સુરક્ષા દળોની ટીમ પર હુમલો કર્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.આ અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ પાંચ કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કર્યો હતો શ્રીનગરમાં સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આજે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. દક્ષિણ કાશ્મીર જિલ્લાના ત્રાલ વિસ્તાર નજીક સોઇમુહમાં એક વિપુલ પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હોવાની બાતમી બાદ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.