આતંકી હુમલો/ શ્રીનગરમાં આતંકી હુમલો,એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ વિસ્તારમાં ભાજપના નેતાના નિવાસસ્થાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ભાજપ નેતા અનવર અહેમદ સુરક્ષિત છે. અહેમદ બારામુલ્લા માટે પાર્ટીના જિલ્લા મહામંત્રી અને કુપવાડા જિલ્લાના પ્રભારી છે. અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ ગુરુવારે સવારે શહેરની હદમાં આવેલા અરિગમ નૌગમ ખાતેના અહેમદના નિવાસસ્થાન […]

Top Stories India
terrorist શ્રીનગરમાં આતંકી હુમલો,એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ વિસ્તારમાં ભાજપના નેતાના નિવાસસ્થાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે ભાજપ નેતા અનવર અહેમદ સુરક્ષિત છે. અહેમદ બારામુલ્લા માટે પાર્ટીના જિલ્લા મહામંત્રી અને કુપવાડા જિલ્લાના પ્રભારી છે.

અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ ગુરુવારે સવારે શહેરની હદમાં આવેલા અરિગમ નૌગમ ખાતેના અહેમદના નિવાસસ્થાન પર ગાર્ડ પોસ્ટ પર ફાયરિંગ કર્યું હતું.

ગોળીબારમાં કોન્સ્ટેબલ રમીઝ રાજા ઘાયલ થયા હતા અને તેને તાત્કાલિક શહેરની એસએમએચએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.એસ.એમ.એચ.એસ. હોસ્પીટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.નજીર ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં લાવતાં તે પહેલા જ મૃત્યુ પામી હતી.આતંકીઓ એસએલઆર રાઇફલ લઇને ઘટના સ્થળેથી ભાગી છૂટયા હતા. ભાજપના મીડિયા પ્રભારી મંજુર ભટે કહ્યું કે પાર્ટીના કાશ્મીર એકમએ આ હુમલાની નિંદા કરી છે.