જમ્મુ-કાશ્મીર/ અનંતનાગમાં CRPFના બંકર પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

આતંકવાદીઓએ અનંતનાગમાં કેપી રોડ પર બનેલા CRPF બંકર પર હુમલો કર્યો. સુરક્ષા દળોને નિશાન બનાવીને ભીષણ ગોળીબાર થયો હતો

Top Stories India
1 21 અનંતનાગમાં CRPFના બંકર પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

આતંકવાદીઓએ અનંતનાગમાં કેપી રોડ પર બનેલા CRPF બંકર પર હુમલો કર્યો. સુરક્ષા દળોને નિશાન બનાવીને ભીષણ ગોળીબાર થયો હતો. જેના કારણે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ કેપી રોડ પર એફએમ ગલીમાં સીઆરપીએફના બંકર પર ગોળીબાર કર્યો. તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરના કમરવારી વિસ્તારમાં મંગળવારે સવારે રસ્તાની બાજુમાં એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. માહિતી મળતાં જ સુરક્ષા દળોએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી હતી. જે બાદ થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે બેગની તપાસ કરવામાં આવી ત્યારે કોઈ વિસ્ફોટક મળી આવ્યું ન હતું. ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.સોમવારે આતંકવાદીઓએ પોલીસ કંટ્રોલ રૂમ, શ્રીનગર પર ગ્રેનેડ ફેંક્યો, પરંતુ લક્ષ્ય ચૂકી જવાને કારણે કોઈ નુકસાન થયું ન હતું. દરમિયાન આતંકવાદીઓની નાપાક યોજનાઓને જોતા શ્રીનગર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. શ્રીનગરના લાલ ચોકમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં સુરક્ષાદળોએ કતારમાં ઉભા રહીને પસાર થતા લોકોની શોધખોળ કરી હતી. વાહનોને રોકીને ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.

મંગળવારે, સોશિયલ મીડિયા દ્વારા સરહદ પારના આતંકવાદીઓને સુરક્ષા દળોના લોકેશન જણાવવા બદલ એક યુવક પોલીસના હાથે ઝડપાયો હતો. તેની સામે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. યુવકની ઓળખ અંજુમ મહેમૂદ ગામ બાયલા તહસીલ મંડીના રહેવાસી તરીકે થઈ છે.