RMC/ શ્રાવણ માસમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી,તેલના ૨-દૂધના ૩ નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી અન્ય પેઢીને વેચાણ કરેલ દૂધ આશાપુરા ડેરી ફાર્મ અને શિવશક્તિ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધના નમુના લઇ એનાલીસિસ અર્થે ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલેલ છે જેની વિગતો નીચે મુજબ છે.

Gujarat Rajkot
namuna 1 શ્રાવણ માસમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી,તેલના ૨-દૂધના ૩ નમુના લેવાયા

ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત 

શ્રાવણ માસ દરમ્યાન ફરાળી પેટીસ (પ્રિપેર્ડ ફુડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેની વિગતો નીચે મુજબ છે.

namua 2 શ્રાવણ માસમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી,તેલના ૨-દૂધના ૩ નમુના લેવાયા

(૧) ન્યુ રાજહંસ ફરસાણ માર્ટ સ્થળ: મીલપરા મે. રોડ, (૨) મહાદેવ ફરસાણ સ્થળ: મીલપરા મે. રોડ (૩) ભારત ફરસાણ માર્ટ સ્થળ: લક્ષ્મીવાડી મે.રોડ (૪) જય અંબે ફરસાણ સ્થળ: કેવડાવાડી રોડ (૫) શિવ પેટીસ સ્થળ: કોઠારીયા (૬) ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ સ્થળ: બોલબલા માર્ગ (૭) સિતારામ ડેરી ફાર્મ સ્થળ: બોલબલા માર્ગ (૮) ભગવતી ફરસાણ સ્થળ: આનંદનગર મે. રોડ (૯) બાલાજી ફરસાણ સ્થળ: બોલબલા માર્ગ (૧૦) જય સિયારામ ફરસાણ સ્થળ: સહકાર મે. રોડ (૧૧) બલરામ ડેરી ફાર્મ સ્થળ: ગાયત્રીનગર મે. રોડ (૧૨) શ્રી ગોપાલ સ્વીટ સ્થળ: ગાયત્રીનગર મે. રોડ (૧૩) બાલાજી ફરસાણ સ્થળ: ગાયત્રીનગર મે. રોડ (૧૪) ધારેશ્વર ફરસાણ સ્થળ: ભક્તિનગર સર્કલ

નમુનાની કામગીરી

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ: (૧) ડબલ ફિલ્ટર સિંગતેલ (૧૫ કિ.ગ્રા પેક્ડ ટીનમાંથી) સ્થળ: ગુરૂનાનક અનાજ ભંડાર, મનહર પ્લોટ શેરી નં ૭, શાક માર્કેટ સામે (૨ ) Tin Ekka Refined Soyabean Oil (from 15 ltr seal pkd) સ્થળ:- ગુરૂનાનક અનાજ ભંડાર, મનહર પ્લોટ શેરી નં ૭, શાક માર્કેટ સામે લીધેલ છે.

namuna 3 શ્રાવણ માસમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી,તેલના ૨-દૂધના ૩ નમુના લેવાયા

પોલીસ ઇન્સ્પેકટર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, મુંજકાથી આવેલ સુચના મુજબ પોલીસ સ્ટેશન, મુંજકા કચેરીમાં રાખેલ બોલેરો પીકઅપ વાહન GJ-03-TT-9569 (ડ્રાયવર રાજુભાઇ ગોગળભાઇ ભરવાડ રહે. ગામ-ઢાંક, તા.ઉપલેટા, જિ.રાજકોટ) ટાંકાઓમાં રાખેલ દૂધમાં ભેળસેળની શંકાના આધારે મિક્સ દૂધ (લૂઝ) નો નમુના લેવામાં આવેલ તેમજ તેઓએ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી અન્ય પેઢીને વેચાણ કરેલ દૂધ આશાપુરા ડેરી ફાર્મ અને શિવશક્તિ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધના નમુના લઇ એનાલીસિસ અર્થે ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલેલ છે જેની વિગતો નીચે મુજબ છે.

namuna 4 શ્રાવણ માસમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી,તેલના ૨-દૂધના ૩ નમુના લેવાયા

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ 

(૩) મિક્સ દૂધ (લુઝ) સ્થળ: આશાપુરા ડેરી ફાર્મ, પ્રહલાદ પ્લોટ, શેરી નં ૫૧, આશાપુરા રોડ, આશાપુરા મંદિરની પાછળ, રાજકોટ (૪) મિક્સ દૂધ (લુઝ) સ્થળ:- ગાંધીગ્રામ- ૨, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, મુંજકા ગામ રાજકોટ (૫) મિક્સ દૂધ (લુઝ) સ્થળ:- શિવશક્તિ ડેરી ફાર્મ, સ્નાનાગાર પાસે, પેડક રોડ, રાજકોટ લીધેલ છે.

ચોકલેટનો નમુનો નાપાસ,નાપાસ થયેલ નમુનાની વિગત

૧. Kevin Gold Dark Style Center Filled Original Love Candy (160 unit pack) જય જગદંબે ટ્રેડીંગ સોરઠીયાવાડી ચોક,
૮૦’ રોડ, રાજકોટ મિસબ્રાન્ડેડ મેન્યુફેક્ચરીંગ તારીખ દર્શાવેલ નથી.

sago str 9 શ્રાવણ માસમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી,તેલના ૨-દૂધના ૩ નમુના લેવાયા