મતદાન/ “મધર ઇન્ડિયા” ફિલ્મમાં નરગીસના ડમીનું પાત્ર ભજવનાર આ 75 વર્ષીય બા એ કર્યું મતદાન

લોકશાહીમાં મતદાન એક ખૂબ જ મહત્ત્વની જવાબદારી છે. મહુવા તાલુકાના મધર ઇન્ડિયા તરીકે ઓળખાતા 75 વર્ષીય ભીખી બા એ મતદાન કરી અને પોતાની ફરજ નિભાવી હતી. કે જેમણે “મધર ઇન્ડિયા” ફિલ્મમાં નરગીસદત્તના ડમી તરીકેનું

Top Stories
bhikhi ben "મધર ઇન્ડિયા" ફિલ્મમાં નરગીસના ડમીનું પાત્ર ભજવનાર આ 75 વર્ષીય બા એ કર્યું મતદાન

લોકશાહીમાં મતદાન એક ખૂબ જ મહત્ત્વની જવાબદારી છે. મહુવા તાલુકાના મધર ઇન્ડિયા તરીકે ઓળખાતા 75 વર્ષીય ભીખી બા એ મતદાન કરી અને પોતાની ફરજ નિભાવી હતી. કે જેમણે “મધર ઇન્ડિયા” ફિલ્મમાં નરગીસદત્તના ડમી તરીકેનું પાત્ર ભજવ્યું હતું. સાથે જ લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએની અપીલ કરી હતી.

Election / ચૂંટણીસમયે ફરજના સ્થાને ધેરહાજર આ તાલુકાના 4 કર્મચારી વિરૂદ્ધ વોરંટ ઇશ્યૂ

મહુવા તાલુકાના ‘મધર ઈન્ડિયા’ તરીકે ઓળખાતા ભીખીબહેન  કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું. ફિલ્મમાં આગના દ્રશ્યના શુટીંગ સમયે અભિનેત્રી નરગીસ દત્ત આગમાં દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ફિલ્મના નિર્માતા મહેબુબે નરગીસ જેવો ચહેરો હોય તેવી ગામની બહેનોને શુટીંગમાં લેવાની વાત કરી હતી.

CM / આવતીકાલથી વરિષ્ઠોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

ઉમરા અને આસપાસના ગામની ચાલીસેક છોકરીઓમાંથી મારી પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગીસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને બખૂબીથી નિભાવી હતી. ભીખીબહેન ધો.૬ સુધી ભણ્યા છે આજે પણ કોઈના સહારા વિના ઘરનું બધુ કામ જાતે કરે છે. ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ આજે મહુવા તાલુકાના ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરતા ભીખીબેન જણાવે છે કે, જાગૃત્ત ભારતીય તરીકે મતદાનની ફરજ નિભાવવી જ જોઈએ.

મતદાન / ગાંધીજી સાથે દાંડીકૂચમાં ભાગ લઈ ચુકેલા 105 વર્ષના જસદણના હીરાબા એ કર્યું મતદાન,આટલા વર્ષમાં એક પણ વખત ચૂક્યા નથી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…