Indian Road Congress/ ઇન્ડિયન રોડ કોંગ્રેસનું 82મું વાર્ષિક સત્ર 2થી 5 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરમાં યોજાશે

ઇન્ડિયન રોડ કોંગ્રેસનું (IRC) 82મું વાર્ષિક સત્ર 2થી 5 ડિસેમ્બર 2023 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે.  પહેલી ડિસેમ્બર 2023ના રોજ, રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એક ટેક્નિકલ પ્રદર્શનને ખુલ્લું મુકશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 30T170851.216 ઇન્ડિયન રોડ કોંગ્રેસનું 82મું વાર્ષિક સત્ર 2થી 5 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરમાં યોજાશે

ગાંધીનગર: ઇન્ડિયન રોડ કોંગ્રેસનું (IRC) 82મું વાર્ષિક સત્ર 2થી 5 ડિસેમ્બર 2023 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે.  પહેલી ડિસેમ્બર 2023ના રોજ, રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એક ટેક્નિકલ પ્રદર્શનને ખુલ્લું મુકશે.

આ કાર્યક્રમમાં, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિવિધ વિષયો પર ચર્ચા, સંવાદ અને રિસર્ચ પેપર રજૂ કરીને, દેશના રોડના માળખાને આગળ લઇ જવાની દિશામાં સંવાદ કરવામાં આવશે.કાર્યક્રમના ભાગરૂપે 3 ડિસેમ્બરના રોજ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2004માં, ગુજરાતમાં IRCનું સત્ર યોજવામાં આવ્યું હતું.

ઇન્ડિયન રોડ કોંગ્રેસના આ 82મા વાર્ષિક સત્રમાં, 2થી 5 ડિસેમ્બર દરમિયાન, IIT, NIT અને અન્ય જાણીતી એન્જિનિયરિંગ કૉલેજ અને રિસર્ચ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાનિકો, આર એન્ડ ડીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર્સ, કન્સલટન્ટ્સ અને એનજીઓ માટે માહિતીસભર ટેક્નિકલ સત્રો યોજાશે. આ સત્રોના માધ્યમથી તેમની વચ્ચે રોડ, ટનલ, બ્રીજ, સી-લીંક, પહાડી રસ્તા અને અન્ય સંલગ્ન ઇનફ્રાસ્ટ્રક્ચરને લગતી મૂલ્યવર્ધક માહિતીનું આદાનપ્રદાન થશે અને તેઓ એકબીજાને તેમના નવીન આઇડિયા એક્સચેન્જ કરી શકશે. આ અધિવેશનમાં દેશભરમાંથી 4000થી વધુ એન્જિનિયર્સ સામેલ થશે.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારોના અગ્ર સચિવ તેમજ જાહેર બાંધકામ વિભાગના સચિવ અને ચીફ એન્જિનિયર્સ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંબંધિત પડકારો અને તેની સફળતા માટેના રોડમેપ અંગે ચર્ચા થશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો તેમના રિસર્ચ પેપર રજૂ કરીને, તેમના અનુભવો સૌની સમક્ષ રજૂ કરશે. ભારતના રોડ નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વસ્તરનું બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આગળ લઇ જવા માટે, આ કાર્યક્રમ એક સકારાત્મક ભૂમિકા નિભાવશે.

10500 ચો.મીટરમાં ટેક્નિકલ પ્રદર્શન, દેશની 120 કંપનીઓ જોડાશે

આ પ્રદર્શન મહાત્મા મંદિર ખાતે 10500 ચો. મીટર વિસ્તારમાં બે પ્રદર્શન હોલમાં રજૂ કરવામાં આવશે. આ ટેક્નિકલ પ્રદર્શનમાં સમગ્ર દેશમાંથી 120થી વધુ કંપનીઓ જોડાશે. આ કંપનીઓ રોડ અને બ્રીજથી સંલગ્ન ઉદ્યોગોમાં સંકળાયેલી છે. આ પ્રદર્શનના માધ્યમથી, મુલાકાતીઓ રોડ સુરક્ષા, એરિયલ ટ્રાફિક મેનેજમેન્ટ, બ્રીજ અને બિલ્ડિંગ ડિઝાઇનને લગતા સોફ્ટવેર તેમજ આ ક્ષેત્રથી સંબંધિત વિવિધ માહિતી અને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે રૂબરૂ થશે.