Surendranagar/ ધ્રાંગધ્રા પંથકમાં CCTV લગાવવાના જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર ચાર વિરુધ્ધ ગુનો નોંધાયો

સન્ની વાઘેલા – પ્રતિનિધિ, ધ્રાંગધ્રા

Gujarat Others
ધ્રાંગધ્રા, સીસીટીવી

ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર જીલ્લામાં ફરજીયાત CCTV લગાવવાના જાહેરનામાનુ ઉલ્લંઘન કરનારાઓ વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર જીલ્લામાં એક બાદ એક હોટેલ, દુકાન, રેસ્ટોરન્ટ તથા જીલ્લાના માલિકો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • ધ્રાંગધ્રા હાઇવે પરની હોટલ સહિત શહેરી વિસ્તારમા ત્રણ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ

ધ્રાંગધ્રા શહેર તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગત બુધવારે પોલીસે જીલ્લા પોલીસવડાના જાહેરનામાનું ઉલ્લંઘન મામલે સઘન તપાસ હાથ ધરી  હતી. જેમાં કુલ ચાર શખ્સો વિરુધ્ધ CCTV નહીં લગાવ્યા બદલ જાહેરનામાનો ઉલ્લંઘન બદલ ગુનો નોંધાયો હતો.

જેમા ધ્રાંગધ્રા શહેરના નવયુગ રોડ પર આવેલા “લાલથડા” પાન મસાલાના ગલ્લાના માલિક મનસુખભાઇ મોહનભાઇ ટાંક, સરદાર બાગ નજીક “બેલીમ સોડા સેન્ટર”ના માલિક હાફીઝ રફીકભાઇ બેલીમ, ઝાલા રોડ પર આવેલી “મિલન સોડા સેન્ટર”ના માલિક રઝાક યુસુફભાઇ મીરા તથા ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઘ્રૃમઠ ચોકડી નજીક આવેલી ન્યુ રામદેવ હોટેલના સંચાલક ભીમાભાઇ રામાભાઇ ગમારા દ્વારા ફરજીયાત CCTV કેમેરા લગાવવાના જાહેરનામાનુ ઉલ્લંઘન કરતા તમામ વિરુધ્ધ ગૃન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ લખતર ઢાંકી પમપિંગ સ્ટેશન પાસે કેનાલમાંથી મૃત પશુ 30 કલાક પછી કેનાલમાંથી બહાર કઢાયા

આ પણ વાંચોઃ પાટડી સ્થિત દસાડા તાલુકા પંચાયત કચેરી જર્જરીત: 20 વર્ષ પહેલા થયુ હતુ નિર્માણ

આ પણ વાંચોઃ સચિન GIDCમાં એથર કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોને 50 લાખની સહાય


સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App
: Android | IOS