Accident/ સુરતના મોટા વરાછા વિસ્તારમાં થયો અકસ્માત

નાવડી સર્કલ રોડ પર મોટો ખાડો પ્રુરવામાં ન આવતા સર્જાયો અકસ્માત
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Gujarat Surat
surat12 સુરતના મોટા વરાછા વિસ્તારમાં થયો અકસ્માત

@સંજય મહંત, મંતવ્ય ન્યુઝ-સુરત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક ગંભીર બેદરકારી બહાર આવી છે જેમાં મોટા વરાછા વિસ્તારમાં નાવડી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી મોટો ખાડો હતો જે ખાડાને પુરવા માટે સ્થાનિકો દ્વારા અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાડો પુરવા અનેક વાર રજૂઆતકરી હોવા છતા ખાડો મ્યુનિસિપલ તંત્ર દ્વારા પુરવામાં આવ્યો ન હતો. જાણવા મળતી માહિતી મુજબ કાર લઈને નીકળેલ શખ્સની કાર ખાડામાં પટકાતા પલ્ટી ખાઈ જતા રોડ પરથી પસાર થતો બાઈક ચાલક કાર સાથે અથડાયો હતો અને અચાનક બાઈકમાં આગ લાગતા  બાઈક બળીને ખાખ થઈ જવા પામ્યું હતું તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવવા પામ્યા છે.

WhatsApp Image 2021 03 07 at 3.13.01 PM 1 સુરતના મોટા વરાછા વિસ્તારમાં થયો અકસ્માત

સુરતની સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થયા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક ઘોર બેદરકારી બહાર આવી છે. જેમાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ નાવડી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી રોડ પર મોટો ખાડો પડ્યો હતો. જેનાથી અક્સમાત સર્જાવાનો ભય હોવાથી સ્થાનિકો દ્વારા અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત રજુઆતો કરવા છતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ જ વાત ધ્યાને લેવામાં ન આવતા અકસ્માત સર્જાયો હતો.

WhatsApp Image 2021 03 07 at 3.13.01 PM સુરતના મોટા વરાછા વિસ્તારમાં થયો અકસ્માત

જેમાં રોડ પર પડેલ ખાડામાં કાર પટકાતા પલ્ટી  મારી ગઈ હતી. કાર પલ્ટી ખાઈ જતા બાઈક ચાલક કારને અથડાતા બાઈક ચાલક રોડ પર ઘસડાતા અચાનક બાઈકમાં આગ લાગી જતા બાઈક ચાલક દાઝી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સંપૂર્ણ બળી જવા પામ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.