Not Set/ હળવદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીઓને એક એક વર્ષની સજા

બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકાના ઘનશ્યામ પુર ગામના શખ્સે સાડા ચાર લાખ અને એક લાખ ઉછીના પૈસા લઈને તેની સામે ચેક આપ્યો હતો. જે રિટન થતાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ હળવદની કોર્ટમાં ચાલી જતાં આરોપીને જુદાજુદા બે કેસમાં એક એક વર્ષની સજા અને દંડ કરવામાં આવ્યો છે. હળવદ કોર્ટમાં ચેક રીટનનો કેસ ચાલી […]

Gujarat
gavel bankruptcy law ts 1 0 હળવદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીઓને એક એક વર્ષની સજા

બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકાના ઘનશ્યામ પુર ગામના શખ્સે સાડા ચાર લાખ અને એક લાખ ઉછીના પૈસા લઈને તેની સામે ચેક આપ્યો હતો. જે રિટન થતાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ હળવદની કોર્ટમાં ચાલી જતાં આરોપીને જુદાજુદા બે કેસમાં એક એક વર્ષની સજા અને દંડ કરવામાં આવ્યો છે.

હળવદ કોર્ટમાં ચેક રીટનનો કેસ ચાલી ગયો હતો જેમાં એક આરોપીને બે જુદા જુદા કેસમાં સજા કરવામાં આવી છે હળવદના એક ગામના બળભદ્ર સિંહ ઝાલા પાસેથી ૪.૫૦ લાખ તેમજ જોગદના ભાવુભા ચોહાણ પાસેથી એક લાખ રૂપિયા ઘનશ્યામ પુર નાગર પોપટભાઈ દલવાડી ને હાથ ઉછીના આપ્યા હતા જે રકમ સામે ચેક આપ્યો હતો આ રકમ સમયસર પરત ન કરતા બડભદ્ર સિંહ અને ભાવુભાએ ચેક બેંકમાં જમાં કરાવતા તે ચેક રિટર્ન થયા હતા જેથી બંને વ્યકિતએ અલગ અલગ ફરિયાદ કરી હતી.

જેમાં કેસ કોર્ટમાં ચાલી જતાં વકીલ આર કે ઝાલાએ રજૂ કરેલ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ભડભદ્ર સિંહના કેસમાં આરોપી નાગર ભાઈ પોપટભાઈ દલવાડી ને એક વર્ષની સાદી કેદ અને ૫.૩૨ લાખ તેમજ ભાહુભા ચોહનના કેસમાં આરોપી નાગર પોપટ ભાઈ દલવાડી ને એક વર્ષની સાદી કેદ અને ૧.૨૦ લાખની ચુકવણી કરવાનો ચુકાદો આપ્યો છે.