આઝાદી/ અળખામણા થયેલા ગુલામ નબી આઝાદનો ‘આઝાદી’ બાદ કોંગ્રેસને માર્મીક ટોણો

હિન્દી ફિલ્મની ખુબ પ્રખ્યાત બે લાઇનો છે – “સમજને વાલે સમજ ગયે હૈ, ના સમજે….ના સમજે વો અનાડી હૈ”. બીલકુલ, આજ મતલબમાં કોંગ્રેસનાં પીઢ નેતા અને આમ તો નામ આઝાદ છે, પણ ખરા અર્થમાં કાલે જે આઝાદ થયા છે

Mantavya Exclusive Mantavya Vishesh Politics
gulam nabi azad અળખામણા થયેલા ગુલામ નબી આઝાદનો 'આઝાદી' બાદ કોંગ્રેસને માર્મીક ટોણો

હિન્દી ફિલ્મની ખુબ પ્રખ્યાત બે લાઇનો છે – “સમજને વાલે સમજ ગયે હૈ, ના સમજે….ના સમજે વો અનાડી હૈ”. બીલકુલ, આજ મતલબમાં કોંગ્રેસનાં પીઢ નેતા અને આમ તો નામ આઝાદ છે, પણ ખરા અર્થમાં કાલે જે આઝાદ થયા છે તેવુ કહેવું વધુ નહી લાગે, તે આઝાદ દ્વારા કોંગ્રેસ અને અમુક ચોક્કસ લોકોને સામે રાખી જાહરે નિવેદનમાં માર્મીક ટોણાનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.

એકદમ સાચું સમજી રહ્યા છો તમે, વાત થઇ રહી છે કોંગ્રેસનાં નેતા અને અત્યાર સુધી રાજ્યસભામાં વિરોધપક્ષનાં નેતા હતા અને ગઇ કાલે જ જે નિવૃત થયા તે ગુલામ નબી આઝાદની. પોતાની વાતમાં સ્પષ્ટ અને ઇન્ડીયા ફસ્ટ વાળું વ્યક્તિત્વ ધરાવતા ગુલામ નબી આઝાદ આમ તો ફક્ત રાજ્યસભાનાં વિરોધપક્ષનાં નેતા ન હોતા પરંતુ જ્યારથી કોંગ્રેસમાં પ્રમુખની પસંદગીનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે અને તેમા પણ રાહુલ ગાંઘીની પ્રમુખ પદ્દ માટેની વાત ચર્ચામાં આવી ત્યારથી તે કોંગ્રેસમાં પણ વિરોઘપક્ષનાં નેતા બની ગયા હતા.

કોંગ્રેસમાં પોતાની નિષ્ઠા બતાવી પોતાની મનની અને કોંગ્રેસ માટે મહત્વની વાત સીધી જ કોઇની સેહ શરમ રાખ્યા વીના કહેનાર ગુલામ નબી આઝાદને આમ તો ગઇ કાલે ખરી રીતે એક દ્રષ્ટી કોણથી બે જગ્યાએથી આઝાદી મળી. એક તો તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા ફરી રાજ્યસભામાં ન મોકલતા રાજ્યસભાનાં સભ્ય પદ્દેથી નિવૃતી(આઝાદી પણ કહી જ શકાય) મળી અને બીજી કોંગ્રેસમાં રહીને પોતાની જાતને ઘૂટવવામાંથી પણ આઝાદી મળી.

કોંગ્રેસની અને ખાસ કરીને નહેરુ-ગાંધી પરિવા રની બે-ત્રણ કરતા પણ વધારે પેઢી સાથે કર્મઠ રીતે કોંગ્રેસની સેવા કરનાર આઝાદે કોંગ્રેસને જ્યારે હવે કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારનાં વર્ચસ્વમાંથી આઝાદ થવી જોઇએ એવું કહેતા જ નજીકનાં ગણાતા ગુલામ નબી ગેર થઇ ગયા અને કોંગ્રેસે આઝાદ ને જ આઝાદ કરી દીધા.

કોંગ્રેસ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને દેશ પ્રત્યોની કર્મનિષ્ઠાએ ગુલામ નબી આઝાદને જો કે, કોંગ્રેસમાં જ અળખામણા બનાવ્યા અને રાજ્યસભાનાં સભ્ય તરીકે કોંગ્રેસે ફરી તેમને પાછા રાજ્યસભા ન મોકલતા નિવૃત થયા, નિવૃતીની છેલ્લી પળોમાં PM મોદીએ આઝાદનાં ખુલ્લા મને વખાણ કર્યા અને કહ્યું કે તમને નિવૃત(દેશ સેવામાંથી આઝાદ નહી થવા દવ) નહી થવા દઇએ. દેશને તમારા અનુભવોની જરુર છે. તમામ હકીકતો સાથે સંસદમાં સર્જાયેલ સંપૂર્ણ ભાવનાત્મક દ્રશ્યોને દેશે જોયા અનેે આઝાદનું સ્ટેન્ડ પોતાની રીતે જ સ્પષ્ટ થઇ ગયું. ઘટતુ PM મોદીએ કરી દીધું.

Image result for pm modi in rajya shbha

આઝાદ થયેલા આઝાદે આજે જ્યારે એક માધ્યમ સાથે વાત કરતા હતા ત્યારે કોંગ્રેસને માર્મીક ટોણા મારતા કહ્યું કે, અમે કેટલાક લોકોને સુપરફિસિયલ(દેખીતી) રીતે સમજીએ છીએ જ્યારે અન્ય કેટલાક લોકોને ઉંડાઈથી સમજીએ છીએ. જેણે મને ઉંડાણ પૂર્વક સમજ્યો છે અને વર્ષોથી મારું કાર્ય જોયું છે, તે ગઈકાલે સંસદમાં ભાવનાશીલ બની ગયા. હું દરેકનો આભારી છું. હું એવા લોકોનો પણ આભાર માનું છું જેમણે મને સંદેશા મોકલ્યા, મને બોલાવ્યા અને મારા માટે ટ્વીટ કર્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…