આંદોલન/ રાજકોટ રેલવે ડિવિઝન કચેરીમાં હંગામો, પડતર પ્રશ્નોને લઇને આંદોલન બન્યું ઉગ્ર

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ દ્વારા પડતર રહેલા પ્રશ્નોને લઈને ઉગ્ર દેખાવો શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટના રેલ કર્મચારીઓ

Gujarat
rraandolan ugr3 રાજકોટ રેલવે ડિવિઝન કચેરીમાં હંગામો, પડતર પ્રશ્નોને લઇને આંદોલન બન્યું ઉગ્ર

ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ@ રાજકોટ

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ દ્વારા પડતર રહેલા પ્રશ્નોને લઈને ઉગ્ર દેખાવો શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટના રેલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જ્યાં કર્મચારીઓનાં પ્રમોશન સહિતના વિવિધ લાભો સમયસર મળતા નહીં હોવાનો આક્ષેપ રેલવે તંત્ર પર લગાવવામાં આવ્યો છે. આ હડતાળ દરમિયાન  રેલવેના ડિવિઝનલ ઓપરેશન મેનેજર રાજકોટમાં આવતા તેની સામે મજદૂર સંઘના રેલ કર્મચારીઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતા, એ વખતે પુરુષ , RPF પોલીસે મહિલા રેલ કર્મીને ધક્કો મારતા યુનિયન લીડર ભડક્યા હતા અને આવેશમાં આવીને કહ્યું હતું કે, યુ ડફર, ધક્કો મારવાનો અધિકાર તમને કોણે આપ્યો’

rrandolan ugr રાજકોટ રેલવે ડિવિઝન કચેરીમાં હંગામો, પડતર પ્રશ્નોને લઇને આંદોલન બન્યું ઉગ્ર

Corona effect / મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ, આ શહેરમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવાયુ

વધુમાં યુનિયર લીડરે RPF પોલીસને કહ્યું હતું કે, લો એન્ડ ઓર્ડર તમારા હાથમાં ન લ્યો, નહિતર પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. તમારે અમારા મહિલા કર્મીને રોકવા જ હોય તો મહિલા પોલીસને બોલાવો, તમે પણ રેલવેના નોકર છો, આ રીતે ધક્કો મારવાનો તમને અધિકાર નથી ક્યાં છે,વિવિધ નારેબાજી સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.

અરેરાટી / અભાગણી વિધવા જનેતા, એક સાથે ત્રણ બાળકીઓને આપ્યો જન્મ, સારવાર નહીં મળતા ત્રણેય નવજાતના મોત

આ અંગે યુનિયન લીડર હિરેન મહેતાનીએ જણવ્યું હતું કે, DRM ઓફિસ સામે અમે સંઘના રેલવે કર્મીઓ વિવિધ છ પડતર પ્રશ્નો અંગે હડતાળ પર ઉતર્યા છીએ. અમારા ઘણા મુદ્દાઓ છે જેમાં સમયાંતરે પ્રોમશન આપવામાં આવતું નથી. વિવિધ સિલેક્શનની એક્ઝામ લાંબા સમયથી લેવામાં આવી નથી, કર્મચારીઓને એરીયસ આપવા આવ્યું નથી, પાયાની સુવિધા જેવી કે પાણી, ટોયલેટ, બાથરૂમ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, ઓવર ટાઈમનું ભથ્થું ચૂકવવું, આ મુખ્ય મુદ્દાઓ પર અમે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વાર હડતાળ કરવામાં આવી છે અને જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે ભૂખ હડતાલ પર અને સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર પણ ઉતરીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…