Morbi/ મોરબી જીલ્લા પોલીસની આબરુનાં લીરા ઉડ્યા, હત્યા-દારુ-દુષ્કર્મ-જૂગાર સહિતનાં ગુના નોંધાયા

મોરબી આમતો નવો જીલ્લો બનેલો કહેવાય પણ ગુનાખોરીમાં એકદમ જૂના જોગી જેવુ કામ આજકાલ જોવામાં આવી રહ્યું છે. મોરબીના ખાટકીવાસમાં ફાયરીંગ અને ડબલ મર્ડરના ગુન્હામાં વધુ ચાર આરોપી ઝડપાયા

Gujarat Others
CRIME મોરબી જીલ્લા પોલીસની આબરુનાં લીરા ઉડ્યા, હત્યા-દારુ-દુષ્કર્મ-જૂગાર સહિતનાં ગુના નોંધાયા

મોરબી આમતો નવો જીલ્લો બનેલો કહેવાય પણ ગુનાખોરીમાં એકદમ જૂના જોગી જેવુ કામ આજકાલ જોવામાં આવી રહ્યું છે. એક જ દિવસમાં મોરબીમાં મર્ડર, દુષ્કર્મ, દારુ અને જૂગાર જેવા તમામ કહી શકાય તેવા મોટા ગુના સબબ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે.

મોરબીના ખાટકીવાસમાં ફાયરીંગ અને ડબલ મર્ડરના ગુન્હામાં વધુ ચાર આરોપી ઝડપાયા
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બઘડાટી પ્રકરણમાં બે યુવાનના મોત થયા બાદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી અગાઉ છ આરોપીને દબોચી લીધા હતા તો વધુ ચાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગત રવિવારે બઘડાટી બોલી ગઈ હતી જેમાં ફાયરીંગ થતા બે યુવાનના મોત થયા હતા બનાવની એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં છ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા તો બનાવમાં હજુ અન્ય આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસ ટીમ સતત તપાસ ચલાવી રહી હોય વધુ ચાર આરોપીને ઝડપી લેવાયા છે જેમાં અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી, મકબુલભાઈ ઈસ્માઈલભાઈ મન્સૂરી, અહેમદભાઈ ઇકબાલભાઈ બકાલી અને સબ્બીર મહમદભાઈ જીવાણીની ધરપકડ કરવામાં આવી છે

WhatsApp Image 2020 12 25 at 5.15.50 PM મોરબી જીલ્લા પોલીસની આબરુનાં લીરા ઉડ્યા, હત્યા-દારુ-દુષ્કર્મ-જૂગાર સહિતનાં ગુના નોંધાયા

મોરબીના પંચાસર ચોકડી પાસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા
મોરબીના પંચાસર ચોકડી પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને વાડામાં આવેલ ઓરડીમાં ખાલી કરવામાં આવતો હોય ત્યારે એલસીબી ટીમ ત્રાટકી હતી અને ઈંગ્લીશ દારૂ સહીત ૧૦ લાખથી વધુના મુદામાલ સાથે ચાર ઇસમોને દબોચી લઈને વધુ તપાસ ચલાવી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડનો રહેવાસી ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહિલ તેના મળતિયાઓ સાથે પંચાસર કોહ્કડી પાસે વાડામાં બહારથી મહિન્દ્ર પીકઅપ અને અલ્ટોકારમાં અંગ્રેજી દારૂ મંગાવેલ હોય પીકઅપ કારનું પાયલોટીંગ અલ્ટો કાર જીજે ૧૨ ઇઇ ૨૩૭૧ કરી વાડામાં આવેલ ઓરડીમાં દારૂ ઉતારવાની પેરવી કરતા હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૩૨ કીમત રૂ ૧,૬૨,૦૦૦ મળી આવતા એલસીબી ટીમે દારૂ, પીકઅપ કાર અને અલ્ટો કાર તેમજ છ મોબાઈલ સહીત રૂ ૧૦,૪૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહિલ (ઉ.વ.૪૩) રહે મૂળ ત્રાપજ ભાવનગર હાલ મોરબી શનાળા રોડ, રાજદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૩૨) રહે ગોપાલપૂરી કોલોની ગાંધીધામ, જીતેન્દ્ર હરેશભાઈ પેશવાની (ઉ.વ.૨૮) રહે શાંતિધામ ગાંધીધામ અને જગદીશ પરબત મકવાણા (ઉ.વ.૨૬) રહે ગરબી ચોક પાછળ ભચાઉ મૂળ રહે સાંતલપુર જી પાટણ એમ ચારને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

WhatsApp Image 2020 12 25 at 5.17.12 PM e1608901339325 મોરબી જીલ્લા પોલીસની આબરુનાં લીરા ઉડ્યા, હત્યા-દારુ-દુષ્કર્મ-જૂગાર સહિતનાં ગુના નોંધાયા

મોરબીના ગ્રામ્ય પંથકની સગીરાને ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
મોરબી પંથકમાં દુષ્કર્મ જેવા બનાવો સતત વધી રહ્યા છે જેમાં મોરબી તાલુકા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તો અન્ય બે ઇસમોએ તેની મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી જે બનાવ મામલે ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાહુલ નારણ ચૌહાણ રહે મોરબી ઋષિકેશ વિધાલય પાસે મૂળ ઉના જી ગીર સોમનાથ વાળો ઇસમ તેની સગીર વયની દીકરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના રૂમે અવારનવાર લઇ જઈને તેમજ ગત તા ૨૩ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યે તેના ઘરેથી મોટરસાયકલમાં લઇ જઈને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અન્ય આરોપી રાહુલની મિત્ર જયદીપ સગર અને રાહુલ નો મિત્ર રવી સગર એ બંને ઇસમોએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

mother મોરબી જીલ્લા પોલીસની આબરુનાં લીરા ઉડ્યા, હત્યા-દારુ-દુષ્કર્મ-જૂગાર સહિતનાં ગુના નોંધાયા

મોરબીના ભડિયાદમાં નળિયાના કારખાનામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના ભડિયાદ ગામની સીમમાં આવેલ આરોપી મનસુખ જીવરાજભાઈ આદ્રોજાના શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ નળિયા કારખાનાની ઓફિસમાં જુગાર રમાતો હોય જે બાતમીને પગલે તાલુકા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મનસુખ જીવરાજભાઈ આદ્રોજા (ઉ.વ.૬૪) રહે શ્રીમદ સોસાયટી મોરબી-૨, પ્રકાશ રજનીકાંતભાઈ પરમાર (ઉ.વ.૩૨) રહે ભડિયાદ જંગલેશ્વર મંદિર અને જયેશ ગોપાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૧) રહે ભડિયાદ રોડ જંગલેશ્વર મોરબી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૬,૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2020 12 25 at 5.18.40 PM 1 મોરબી જીલ્લા પોલીસની આબરુનાં લીરા ઉડ્યા, હત્યા-દારુ-દુષ્કર્મ-જૂગાર સહિતનાં ગુના નોંધાયા

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…