Harani Boat Accident/ બોટ સંચાલકોની મનમાનીએ શાળાના બાળકોનો જીવ લીધો

વડોદરાના હરણી તળાવની બોટ દુર્ઘટનામાં બોટ સંચાલકોની મનમાનીએ શાળાના બાળકોનો જીવ લીધો હોવાનો દાવો સ્કૂલના સંચાલકે કર્યો છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરિઝ સ્કૂલના માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા તેના માટે બોટ સંચાલકોનો લોભ કારણભૂત છે

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 01 19T103652.736 બોટ સંચાલકોની મનમાનીએ શાળાના બાળકોનો જીવ લીધો

વડોદરાઃ વડોદરાના હરણી તળાવની બોટ દુર્ઘટનામાં બોટ સંચાલકોની મનમાનીએ શાળાના બાળકોનો જીવ લીધો હોવાનો દાવો સ્કૂલના સંચાલકે કર્યો છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા તેના માટે બોટ સંચાલકોનો લોભ કારણભૂત છે. તેના લીધે 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14 જણાએ જીવ ગુમાવ્યો છે.

વડોદરામાં બનેલી આ કરૂમ ઘટનામાં પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. બોટમાં માંડ 17થી 18ની ક્ષમતા હતા, પણ તેના બદલે લગભગ બમણા એટલે 31ને બેસાડવામાં આવ્યા હતા. ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ સવારે આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શાળાની શિક્ષિકાએ બોટમાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવાની ના પાડી હતી, પરંતુ બોટ સંચાલકની મનમાનીએ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો છે. હવે આ બોટસંચાલક પરેશ શાહ આ દુર્ઘટના બની ત્યારથી ફરાર છે.

આમ સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ બોટ દુર્ઘટના પછી પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમા તેમણે જણાવ્યું હતું કે બોટવાળાની બેદરકારીના લીધે આ થયું છે. બોટમાં વધારે લોકોની વ્યવસ્થા ન હતી. અમારા સ્ટાફે તેમને ત્યારે જ જણાવ્યું હતું કે આ બોટ ફૂલ થઈ ગઈ છે હવે નથી બેસવુ. તેના પગલે બોટવાળાએ જણાવ્યું હતું કે આ તો અમારુ રોજનું છે. લાઇફ જેકેટ માટે પણ મેડમ બોલ્યા હતા કે બધા બાળકોને જેકેટ આપો, પણ તેઓએ પૂરતા પ્રમાણમાં જેકેટ આપ્યા ન હતા. આ પ્રસંગે સ્કૂલ અને વાલી બંને ભેગા થઈને બોટ સંચાલકો સામે કાર્યવાહી કરશે. પોતાના સંતાન ગુમાવનારા વાલીઓની વેદના અમે સમજી શકીએ છીએ. અમે હવે એટલું જ ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ