Gujarat/ ગીર-સોમનાથ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો

સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસના લીધે વિઝિબિલિટીમાં થયો ઘટાડો
વિઝિબિલિટીમાં ઘટાડાને લીધે વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી
ધુમ્મસ અને ઝાકળથી કેરીના પાકને નુકશાનની ભીતિ

Ahmedabad Gujarat Others
vlcsnap 2021 03 08 17h45m57s173 ગીર-સોમનાથ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો

શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને લોકો સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા ધરતીનો તાત ખેડૂત ચિંતાતુર બની જવા પામ્યો હતો.

vlcsnap 2021 03 08 17h47m02s965 ગીર-સોમનાથ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો

છેલ્લા બે દિવસથી લોકો સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જીલ્લ્મ ગાઢ ધુમ્મસ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતાં વાહન ચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ગીર સોમનાથ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ખેડૂત ચિંતાતુર બની  જવા પામ્યો હતો. ત્યારે ગાઢ ધુમ્મસ અને ઝાકળથી કેરીનાં પાકને નુકશાન થવાની ભીતી ખેડૂત સેવી રહ્યો છે.