આમને સામને/ ફ્રાંસની રાજધાની પેરિસમાં રોડ ઉપર લાઉડસ્પીકરમાં નમાજ સામે રાષ્ટ્રગાનની જંગ જામી

લાઉડસ્પીકરમાં નમાજ વગાડવા સામે માત્ર ભારતમાં જ વિવાદ થઈ રહ્યા છે એવું નથી. દુનિયાના અનેક દેશોમાં વિવાદ થઈ રહ્યા છે.

Top Stories World
લાઉડસ્પીકરમાં

લાઉડસ્પીકરમાં નમાજ વગાડવા સામે માત્ર ભારતમાં જ વિવાદ થઈ રહ્યા છે એવું નથી. દુનિયાના અનેક દેશોમાં લાઉડસ્પીકરમાં નમાજ વગાડવા સામે વિવાદ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલીયા, અમેરિકા અને જાપાન બાદ હવે ફ્રાંસમાં પણ લાઉડસ્પીકરમાં નમાજ વગાડવા સામે વિરોધ થઈ રહ્યા છે.

તાજેતરમાં ફ્રાંસની રાજધાની પેરીસની રસ્તાઓ ઉપર લાઉડસ્પીકર સાથે મુસ્લિમો દ્વારા નમાજ પઢવામાં આવી છે. તેના જવાબમાં ફ્રાંસની જનતાએ લાઉડસ્પીકર સાથે રાષ્ટ્રગાન શરૂ કરી દીધું હતું. રોડ પર નમાજ માત્ર ભારત જ નહીં, દુનિયાના ઘણાં દેશોમાં બિનમુસ્લિમો માટે મુશ્કેલીનું કારણ છે. તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે પણ સડક પર પહેલીવાર નમાજ પઢવાનો મામલો સામે આવ્યો હતો. ભારતમાં ગુરુગ્રામમાં સડકો પર નમાજ પઢવા સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો. હવે ફ્રાંસની રાજધાની પેરિસમાં આના સંદર્ભે  બિનમુસ્લિમ ફ્રેન્ચ લોકો દ્વારા રાષ્ટ્રગાનથી જવાબ આપવામાં આવ્યો છે. પેરિસમાં લાઉડસ્પીકરમાં નમાજની સામે રાષ્ટ્રગીત વગાડીને જે રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે તે દુનિયાભરના સોશયલ મીડિયામાં વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. લોકો અવનવી રીતે લાઉડસ્પીકરમાં નમાજ વગાડવાની બાબતનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ લાઉડસ્પીકરમાં નમાજ વગાડવા માટે હનુમાન ચાલીસા વગાડવાની ચીમકીઓ ઉચ્ચારાઈ રહી છે. અનેક રાજ્યો આ બાબતે કડકાઈ અપનાવીને લાઉડસ્પીકરમાં નમાજ વગાડવા ઉપર પ્રતિબંધ મૂકી રહ્યા છે તો કેટલાક તે અંગે વિચારણા કરી રહ્યા છે. દુનિયાના બિન મુસ્લિમ દેશો આ બાબતનો સખત વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદીના સપનાની બુલેટ ટ્રેનને લાગી શકે છે બ્રેક, જાપાને ઉઠાવ્યો આટલો મોટો સવાલ