Surat/ હેવાન પાડોશીએ ચાલુ બસમાં માનવતાની તમામ હદો વટાવીને…..

કહેવાય છે કે વ્યકતિને જો તેનો પાડોશી વફાદાર અને દયાળુ મળી જાય તો તેવા પાડોશીની બાજુમાં રહેવાની મજા જ અલગ આવતી હોય છે. પરંતુ, ઘણી વાર પાડોશી ન કરવાનું કામ કરીને માનવતાની વિરુદ્ધમાં કામ કરી લેતા હોય છે.અને આવો જ એક કિસ્સો સુરતના પાંડેસરા ખાતે બન્યો છે. જ્યાં હેવાન પાડોશીએ યુવતીની સાથે ચાલુ બસમાં દુષ્કમ […]

Gujarat
baby girl murder 1 હેવાન પાડોશીએ ચાલુ બસમાં માનવતાની તમામ હદો વટાવીને.....

કહેવાય છે કે વ્યકતિને જો તેનો પાડોશી વફાદાર અને દયાળુ મળી જાય તો તેવા પાડોશીની બાજુમાં રહેવાની મજા જ અલગ આવતી હોય છે. પરંતુ, ઘણી વાર પાડોશી ન કરવાનું કામ કરીને માનવતાની વિરુદ્ધમાં કામ કરી લેતા હોય છે.અને આવો જ એક કિસ્સો સુરતના પાંડેસરા ખાતે બન્યો છે. જ્યાં હેવાન પાડોશીએ યુવતીની સાથે ચાલુ બસમાં દુષ્કમ આચર્યું હોવાની વિગતો સામને આવી છે.

પાંડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોવાલક રોડ દેવેન્દ્રનગર ખાતે રહેતા અને સિલાઈ કામ કરતા શશી જીતેન્દ્ર સોની (ઉ.વ.20)એ તેની જ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા ઉપર દાનત બગાડી હતી. મહિલા સોસાયટીની નાકા પાસે ચાની લારી ચલાવતી હોવાથી અવાર નવાર તેની લારી ઉપર ચા પીવાને બહાને જઈ બેસતો હતો. શશી સોસાયટીમાં જ રહેતો હોવાથી પરણિતા તેની સાથે વાતચીત કરતી હતી. દરમિયાન પરિણીતાએ તેનો પતિ ભાવનગર ગયો હોવાથી તેને મળવા જવાની વાત કરતા શશી પણ તેની સાથે ગયો હતો.

બસમાં જતી વખતે શશીએ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં બંને જણા એકલા હોવાનો મોકાનો પાયદો ઉઠાવી પરણિતાને ચપ્પુ બતાવી તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ગત તા 29 સપ્ટેમ્બર 2019, 5 ઓક્ટોબર 2019 અને 14 ઓક્ટોબર 2019ના રોજ સુરતથી લકઝરી બસમાં સ્લિપિંગ કોચમાં તેમજ ઘરમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ સિલાઈ કામ કરતા શશી સોની સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.