જુનાગઢ/ ઉપરકોટની ઝાડીમાંથી મળેલા કિશોરના મૃતદેહ અને મોટો ખુલાસો, જાણો કોણે કરી હત્યા

જૂનાગઢના ઉપરકોટમાંથી બાળકનો મૃતદેહ મળવા મામલે બાળકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. આ લાશની ઓળખ માહિર ઈકબાલ કાદરી તરીકે થઈ છે.

Gujarat Others
મૃતદેહ

જૂનાગઢના ઉપરકોટમાંથી બાળકનો મૃતદેહ મળવા મામલે બાળકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. આ લાશની ઓળખ માહિર ઈકબાલ કાદરી તરીકે થઈ છે.બાળકના પિતાએ 3 લોકો પર શંકા વ્યક્ત કરી છે. સગીરની જુગાર રમતા માથાકુટ થઈ હતી. જે બાબતે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.જેમાં ત્રણ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે.

આપને જણાવી દઈએ કે, જૂનાગઢમાં બે દિવસ પહેલા ગુમ થયેલા કિશોરનો એક હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ ઉપરકોટ નજીક જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યા થયાની આશંકા સાથે એ દિશામાં તપાસ હાથ ધરી છે. કિશોરના મૃતદેહને પીએમ અર્થે જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

માહિર જુનાગઢના કપડા કોડિયાની ગુફા પાસે આવેલ ધારાગઢ દરવાજે રહેતો હતો. તેના પિતા ઈકબાલ કાદરી જણાવ્યું કે, સોમવારે સાંજથી માહિર ગુમ થયો હતો. તે વાલી-એ સોરઠ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ધોરણ 8માં પાસ થયા બાદ તે ધોરણ 9માં આવ્યો હતો. આથી પિતાએ તેને ફીના 1400 રૂપિયા આપ્યા હતા, જે તેમના જમાઈને આપવાના હતા. આથી માહિર ઘરેથી જયુપિટર લઈને પૈસા સાથે નીકળ્યો હતો. પરંતુ જમાઈને ફોન કરતા માહિર ન આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

 પોલીસે લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી. આ અંગે તેના પિતાએ જણાવ્યું કે, સલીમ બકરોના બે દીકરા અને અન્ય એક કિશોર હત્યામાં શકમંદ જણાયા હતા. જેથી પોલીસે હાલ આ ત્રણેયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. માહિર ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો અને જુગાર રમવાનો શોખીન હતો. તેથી જુગારમાં કોઈ માથાકૂટ થયા હોવાને પગલે આ હત્યા થઈ હોય તેવું એ ડિવિઝન પોલીસનું અનુમાન છે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:કોણ છે બિમલ પટેલ, જેમણે નવું સંસદ ભવન બનાવ્યું, કહેવાય છે મોદીના આર્કિટેક્ટ

આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક ગેરરીતી પરીક્ષાનો પર્દાફાશ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બેની કરી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી

આ પણ વાંચો:ભાજપ જેએનયુ જેવી એક યુનિવર્સિટી પણ બનાવી શક્યું નથીઃ કોંગ્રેસ