Beauty Tips/ ચહેરાને અતિ સુંદર બનાવવા માટે ગુલાબજળમાં મિક્સ કરો આ વસ્તુ, મળશે બેદાઘ અને ગ્લોઈંગ સ્કિન

 ફટકડી અને ગુલાબજળને એકસાથે લગાવવાથી તમારી ત્વચાને ઘણા ફાયદા થઈ શકે છે. જાણો કેમ અને કેવી રીતે.

Fashion & Beauty Lifestyle
Rose Water

ફટકડી (alum)નો ઉપયોગ સ્કિન ક્લીન્જીંગ માટે ઘણી રીતે થાય છે. તેની ખાસ ગુણવતા ત્વચામાંથી તેલને શોષી લેવાનું અને પછી પોર્સેને સાફ કરવાનું છે. આ ઉપરાંત, તે તમારા ચહેરાના પિગમેન્ટેશનને ઘટાડવામાં પણ મદદરૂપ છે. પરંતુ જ્યારે તમે ફટકડીને ગુલાબજળમાં ભેળવીને લગાવો છો તો તે તમારી ત્વચા માટે વધુ ફાયદાકારક બને છે. જાણો કેમ અને કેવી રીતે.

ચહેરા પર ફટકડી અને ગુલાબજળ કેવી રીતે લગાવવું

ફટકડી અને ગુલાબજળનો ઉપયોગ કરવા માટે પહેલા ફટકડીનો પાવડર બનાવી લો, અને ત્યારબાદ તેમાં ગુલાબજળ ઉમેરો. આ પછી, તેને મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટને પાતળી રાખો જેથી તે તમારી ત્વચા પર ચોંટી ન જાય. આને લગાવ્યા બાદ  લગભગ 5 મિનિટ બાદ તમારા ચહેરાને સ્ક્રબ કરતા  ઠંડા પાણીથી ધોઈ લો

ફટકડી અને ગુલાબજળના ફાયદા-

  • ખીલમાં મદદરૂપ 

ફટકડી ખીલની સમસ્યાને ઓછી કરવામાં મદદરૂપ બને છે. વાસ્તવમાં, તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ છે જે ત્વચાને સાફ કરવાની સાથે ખીલના બેક્ટેરિયાને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. તેનાથી ખીલની સમસ્યા ઓછી થાય છે અને ચહેરો ક્લીન દેખાય છે.

  •  સુજનમાં ઘટાડો થાય  છે

જો તમારી ત્વચામાં સોજો કે રેડનેશ હોય તો આ ફટકડી અને ગુલાબજળ બંને તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કેમ કે આ બંને સૌપ્રથમ સુજન ને રોકે છે અને તેમાં રહેલા એન્ટીફ્લેમેટ્રી ગુણ  ત્વચાની અંદર રહેલી  રેડનેશને પણ ઘટાડે છે. તેથી, જો તમને આ સમસ્યા હોય તો આ બે વસ્તુને તમારા ચહેરા પર ચોક્કસ લગાવો.

  • બેદાઘ અને ગ્લોઈંગ સ્કિન માટે

આ બંને વસ્તુઓ બેદાઘ અને ગ્લોઈંગ  સ્કિન મેળવવામાં ઝડપથી મદદ કરે  છે. તે તમારી ત્વચાના પોર્સને સાફ કરે છે અને તેમાં બ્લડ સર્કુલેશન ને ઠીક કરે છે, જેના કારણે ત્વચાની ચમક વધે છે અને એક ગ્લોઈંગ સ્કિન મળે છે. તેથી, આ બે વસ્તુઓનો ઉપયોગ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો.

આ પણ વાંચો :Health Tips/સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે પિસ્તા ખાવા, તેના કારણે થાય છે 5 મોટા ગેરફાયદા

આ પણ વાંચો : Weight Loss/પેટની ચરબી ઘટાડવા માટે કરો આ 7 યોગા, એક મહિનામાં શરીર લચીલું થઈ જશે

આ પણ વાંચો : Lifestyle/સમરમાં બોડી પોલિશિંગ આપશે આગવો નિખાર

આ પણ વાંચો : Lifestyle/હંમેશાં યુવાન અને સુંદર રહેવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય