Hemil-Last rites/ રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા સુરતના હેમિલના મૃતદેહને પરત લવાયો

વિદેશ જવાનો ક્રેઝ હોય પરંતુ યુદ્ધગ્રસ્ત દેશમાં જવાનું કેવું મોંઘુ પડી શકે છે તેનો અહેસાસ યુક્રેન-રશિયા જનારા ભારતીયોને થઈ રહ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવાન હેમિલ અશ્વિન માંગુકિયાનો મોત નીપજ્યું છે.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 15 1 રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા સુરતના હેમિલના મૃતદેહને પરત લવાયો

સુરતઃ વિદેશ જવાનો ક્રેઝ હોય પરંતુ યુદ્ધગ્રસ્ત દેશમાં જવાનું કેવું મોંઘુ પડી શકે છે તેનો અહેસાસ યુક્રેન-રશિયા જનારા ભારતીયોને થઈ રહ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવાન હેમિલ અશ્વિન માંગુકિયાનો મોત નીપજ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં મોતને ભેટનારા સુરતના હેમિલ માંગુકિયાનો મૃતદેહ 25 દિવસ પછી રશિયાથી સુરત પહોંચ્યો હતો. સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થઈ ગયું હતું. તેના પછી હેમિલના મૃતદેહને વતન લાવવાને લઈને કુટુંબીજનો ચિંતામાં હતા. જો કે રાજદૂતાવાસ દ્વારા કુટુંબને જાણ કરવામાં આવી હતી કે હેમિલનો મૃતદેહ પરત મોકલી આપવામાં આવશે.

જો કે એમ્બેસીની હૈયાધારણ પછી કોઈ જવાબ ન આવતા પિતા સહિત ત્રણ જણા રવાના થયા હતા. આ દરમિયાન રવિવારે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ સુરત લાવવામાં આવ્યો હતો. હેમિલ માંગુકિયા રશિયાના લશ્કરના સહાયક તરીકે ભરતી થયો હતો. તેના મૃત્યુના 26 દિવસ પછી તેના અગ્નિસંસ્કાર તેના વતન ઉમરા ગામે કરવામાં આવ્યા હતા. માંગુકિયા કુટુંબે ભારે હૈયે દીકરાને અંતિમ વિદાય આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ