Viral Video/ છોકરાએ જુગાડ કરીને સાઈકલથી બનાવી નાખ્યું અનોખું વોશિંગ મશીન, જુઓ આ વીડિયો

બાળકને તેની શાળા માટે એક પ્રોજેક્ટ બનવાનો હતો, જેના માટે બાળકે આ વોશિંગ મશીન બનાવ્યું છે. જે લોન્ડ્રી કરવાનું ખૂબ જ સરળ બનાવે છે….

Videos
વોશિંગ મશીન

હવે તે સમય જતો રહ્યો છે જ્યારે લોકો હાથથી કપડાં ધોતા હતા. આજના સમયમાં લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. શહેર હોય કે ગામ, હવે તમને દરેક જગ્યાએ વોશિંગ મશીન મળશે. આવી સ્થિતિમાં, હજારો રૂપિયાની કિંમતના વોશિંગ મશીન પછી, એક સ્કૂલના બાળકે ઓછા ખર્ચે એક અનોખું વોશિંગ મશીન શોધ્યું છે. બાળકે પોતાનું મગજ વાપરીને એવો જુગાડ શોધ્યો કે તેના દ્વારા બનાવેલ વોશિંગ મશીન જોયા બાદ તમે પણ આશ્ચર્ય પામશો. આ બાળકે વોશિંગ મશીન બનાવવા માટે સાઇકલનો ઉપયોગ કર્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :એરહોસ્ટેસે શ્રીદેવીના સોંગ પર કર્યો ડાન્સ, સોશિયલ મીડિયામાં છવાઈ ગયો વીડિયો

હકીકતમાં, બાળકને તેની શાળા માટે એક પ્રોજેક્ટ બનવાનો હતો, જેના માટે બાળકે આ વોશિંગ મશીન બનાવ્યું છે. જે લોન્ડ્રી કરવાનું ખૂબ જ સરળ બનાવે છે. ન તો તમારે વધારે પૈસા ખર્ચવા પડશે અને ન તો તમારે આ વોશિંગ મશીન માટે વધારે મહેનત કરવી પડશે. ફક્ત કપડાં નાખો અને પેડલને થોડી વાર ફરાવો, તમારા કપડા થોડી જ મિનિટોમાં ધોવાઇ જશે.

Instagram will load in the frontend.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકે એક ભંગારમાં પડેલી ટાઇર વગરની સાઈકલ લીધી છે. જેના પાછળના ભાગમાં બાળકે મોટી પ્લાસ્ટિકની બોટલ લગાવી છે. બાળક બોટલમાં કાપડ મૂકે છે અને તેને બંધ કરે છે અને પછી થોડીવાર માટે સાઈકલના પેડલ ફેરવે છે. થોડી જ વારમાં કપડાં ધોવાઈ જાય છે. આ બાળક સાઇકલ પરથી ઉતરીને બોટલમાંથી કપડાં બહારની કાળીને ત્યાં હાજર બધાને બતાવે છે.

આ પણ વાંચો :હાથીઓને KISS કરતા જોયા છે તમે? જુઓ આ VIDEO માં કેવી રીતે હાથીઓ કરે છે રોમાન્સ

વાયરલ થઈ રહેલો આ વીડિયો સ્ટોરીઝ 4 મીમ્સ નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કેપ્શન લખ્યું છે – દેશી વોશિંગ મશીન. લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે આવા વોશિંગ મશીન બનાવનાર બાળકનું મન કેટલું તેજ હશે. દરેક લોકોને આ  વીડિયો પસંદ આવી રહ્યો છે. આ સાથે, લોકો વીડિયો પર ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :ઉંદરે તેના ડૂબતા બચ્ચાનો આ રીતે બચાવ્યો જીવ, લોકોના દિલ જીતી રહ્યો છે વીડિયો

આ પણ વાંચો :યુવતી સાથે હાથીઓ પણ કરવા લગ્યા ડાન્સ, વીડિયો જોઇને તમે પણ થઇ જશો ખુશ