સુરેન્દ્રનગર/ ચુડાના ચોકડીની પરણિત પ્રેમીકા સાથે મળી પ્રેમીએ પતિનું કાસળ કાઢી નાખ્યું હતું

1 વર્ષથી ખુન કેસમાં પેરોલ જમ્પ કરી નાસતો આરોપીને પોલીસે ઝડપી પાડયો

Gujarat Others
Untitled 100 ચુડાના ચોકડીની પરણિત પ્રેમીકા સાથે મળી પ્રેમીએ પતિનું કાસળ કાઢી નાખ્યું હતું

સચિન પીઠવા @સુરેન્દ્રનગર

ચુડા તાલુકાના ચોકડી ગામની સીમમાં પરણિત પ્રેમીકા સાથે મળી પ્રેમીએ પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. જે અંગે રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો અને એકાદ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતો આરોપીને ચુડા પોલીસે દબોચી લીધો હતો.
ચુડા રૂગનાથ ચોક પાસે રહેતો યોગેન્દ્ર ચંદુભા ઝાલાને ચોકડી ગામની પરણિતા સાથે આંખ મળી ગઈ હતી. પરણિતાનો પતિ પ્રેમી-પ્રેમીકાના સબંધ માટે બાધા રૂપ બનતો હતો. પ્રેમ સબંધમાં આડખીલી રૂપ બનતા પતિને પ્રેમી-પ્રેમીકાએ કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. વર્ષ-2006ની પ્રેમી અને પ્રેમી-પ્રેમીકાએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખેતરમાં સુતેલા પતિ ઉપર ધારીયાના 3 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આ કેસમાં પરણિત પ્રેમીકા સાથે પ્રેમીને ઝડપી પાડ્યો હતો.

રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા યોગેન્દ્ર ઝાલાને કોર્ટે તા.3 ઓગસ્ટ 2020 સુધી 60 દિવસ પેરોલ રજા પર છોડ્યો હતો. પેરોલ રજા પૂર્ણ થયા પછી યોગેન્દ્ર ઝાલા હાજર થયો નહોતો. એકાદ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતો હતો. ASI રઘુભાઈ રબારીને બાતમી મળી હતી કે યોગેન્દ્ર ચુડા ગામની બંધારીના માર્ગે અવાવરું જગ્યાએ છુપાયેલો છે. ચુડા PSI એચ.જી.ગોહીલ, શિવરાજસિંહ રાણા, ધમભા ચૌહાણ, ભરતભાઈ સભાડ સહિતનાએ હકીકતની જગ્યાએ છાપો માર્યો હતો. યોગેન્દ્રે પોલીસને જોઈ ભાગવા કોશિષ કરી હતી પરંતુ પોલીસ ટીમે કોર્ડન કરી તેને ઝડપી પાડયો હતો.