ફરિયાદ/ દુલ્હનનું દુ:ખ : દુલ્હને કરી મુખ્યમંત્રીને ફરિયાદ, કંકોત્રી સાથે શેર આવી સમસ્યા

કોઈપણ યુવતીના જ્યારે લગ્ન થતાં હોય ત્યારે તે ખુશ ખુશાલ અને ઉત્સાહમાં હોય છે. પરંતુ લગ્નના તાંતણે બંધાતા પહેલાં એક યુવતીએ પોતાના લગ્નને લઈને તંત્રની ઉદાસીનતા સામે ચિંતા વ્યક્ત કરી છે.

India Trending Mantavya Vishesh
khattar દુલ્હનનું દુ:ખ : દુલ્હને કરી મુખ્યમંત્રીને ફરિયાદ, કંકોત્રી સાથે શેર આવી સમસ્યા

કોઈપણ યુવતીના જ્યારે લગ્ન થતાં હોય ત્યારે તે ખુશ ખુશાલ અને ઉત્સાહમાં હોય છે. પરંતુ લગ્નના તાંતણે બંધાતા પહેલાં એક યુવતીએ પોતાના લગ્નને લઈને તંત્રની ઉદાસીનતા સામે ચિંતા વ્યક્ત કરી છે. પોતાની પરેશાની માટે તેણે મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડી છે. ત્યારે કોણ છે આ ભાવિ દુલ્હન અને શું છે તેની પરેશાની આવો જોઈએ આ અહેવાલમાં…

ગંદકીએ વધારી દુલ્હનની ચિંતા
દુલ્હને કરી મુખ્યમંત્રીને ફરિયાદ
કંકોત્રી સાથે શેર કરી ગંદકીની સમસ્યા
આમ કેવી રીતે આવશે જાન ?

સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારતના અભિયાનના બણગા ફુંકતી ભાજપના સરકારના શાસનમાં સ્વચ્છતાના મુદ્દે હરિયાણાની એક યુવતીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હરિયાણના ફરીદાબાદના પર્વતીયા કોલોનીના વોર્ડ નંબર 5માં રહેતી એક યુવતીએ ટ્વિટર પર મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પોતાના લગ્નની કંકોત્રી સાથે ફરિયાદ કરી છે. કામિની નામની આ યુવતીએ પોતાની શેરીમાં ખદબદતી ગંદકીની તસ્વીર સાથે પોતાની લગ્નની કંકોત્રી ટ્વિટર પર શેર કરી છે. અને સીએમઓ હરિયાણા, ફરીદાબાદના કમિશનર અને મંત્રી અનિલ વિજને ટેગ કરી છે અને લખ્યું છે કે, 16 ફેબ્રુઆરીએ તેના લગ્ન છે, તો આવામાં મહેમાનો કેવી રીતે આવશે અને જાન પણ કેવી રીતે પહોંચશે.

કામિનીએ એક બીજા ટ્વિટમાં લખ્યું છે કે, તે ફરિદાબાદ પાલિકાના ધક્કા ખાઈ-ખાઈને થાકી ગઈ છે, પરંતુ સમસ્યાનું સામાધાન થયું નથી. ફરિદાબાદના વોર્ડ નંબર 5 અને 6ની લડાઈના ચક્કરમાં અમારે ત્યાં ગટરનું પાણી ભરાયેલું છે. યુવતીએ પોતાની સમસ્યાને લઈને રોષ ઠાલવતા કેટલાંય ટ્વિટ કર્યાં પરંતુ હજી સુધી તેને તંત્ર પાસેથી કોઈ જવાબ મળ્યો નથી. ગંદા પાણીથી ઉભરાયેલી શેરીમાં કેટલાંય વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ પણ બની ચુક્યાં છે. યુવતીએ એક એવો વિડીઓ પણ શેર કર્યો જેમાં ભૂર્ગભ ગટરના ખાડામાં એક શખ્સની બાઈક ખાબકેલી છે.

આમ જોવા જઈએ તો કામિનીની ફરિયાદ કોઈ ખોટી નથી. પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધા માટે પ્રજા ટેક્સ ચૂકવે છે તેમ છતાં જો પાલિકા તંત્ર તેમને આ સુવિધા આપવામાં નિષ્ફળ નિવડે તો આખરે પ્રજા ક્યાં જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…