IND vs ENG/ બાર્મી આર્મીએ કોહલીને કર્યો ટ્રોલ, ઈન્ડિયન આર્મીએ આપ્યો વળતો જવાબ

ઈંગ્લેનની બાર્મી આર્મીએ કેપ્ટન વિરાટ કોહલીને સદી ન ફટકારી શક્યો હોવાના કારણે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. જો કે તેના જવાબમાં ધ ભારત આર્મીએ પણ વળતો પ્રહાર કર્યો છે.

Sports
1 73 બાર્મી આર્મીએ કોહલીને કર્યો ટ્રોલ, ઈન્ડિયન આર્મીએ આપ્યો વળતો જવાબ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. જ્યારે આ બે ટીમો વચ્ચે મેદાન પર, મેદાનની બહાર જબરદસ્ત લડાઈ ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડની બાર્મી આર્મી અને ધ ભારત આર્મી વચ્ચે અલગ યુદ્ધ ચાલી રહ્યું છે. આ સીરીઝની શરૂઆતથી જ બાર્મી આર્મી ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને નિશાનો બનાવતી જોવા મળી છે.

આ પણ વાંચો – IND vs ENG / કેપ્ટન કોહલીએ સચિનનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, આ ખાસ ક્લબમાં કરી Entry

સીરીઝની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ 50 રન બનાવી આઉટ થયો હતો અને આ રીતે તેની 71 મી આંતરરાષ્ટ્રીય સદીની રાહ જોવાઇ રહી હતી, જેના માટે બાર્મી આર્મીએ ભારતીય કેપ્ટન પર નિશાન સાધ્યું હતું. ધ ભારત આર્મીએ એવો જવાબ આપ્યો કે બાર્મી આર્મીને નાની યાદ આવી ગઇ. વિરાટનો ફોટો શેર કરતા બાર્મી આર્મીએ લખ્યું, ‘વિરાટનો ચહેરો જ્યારે તેણે જોયું કે સદી વગર કેટલા દિવસો પસાર થયા.’ સમગ્ર ઘટનાનાં જવાબમાં ધ ભારત આર્મીએ લખ્યુ કે, ’70 >>>> 39 ‘, જેનો અર્થ છે કે 70, 39 કરતા ઘણા વધારે છે. આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલીનાં નામે 70 આંતરરાષ્ટ્રીય સદી છે, જ્યારે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટનાં ખાતામાં માત્ર 39 આંતરરાષ્ટ્રીય સદી છે. રુટે આ સીરીઝમાં ત્રણ સદી ફટકારી છે અને તે જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે, જ્યારે વિરાટ બેટિંગ સાથે સંઘર્ષ કરી રહ્યો હોવાનું જણાય છે. આ સમગ્ર સીરીઝમાં અત્યાર સુધી રમાયેલી છ ઇનિંગ્સમાં વિરાટે 29 ની સરેરાશથી 174 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો – IND vs ENG / આ ખેલાડીનું Passion તો જુઓ, લોહી નિકળતુ રહ્યુ પણ મેદાન પર ડટી રહ્યો

વિરાટનાં ખાતામાં 27 ટેસ્ટ અને 43 વન ડે આંતરરાષ્ટ્રીય સદી છે, જ્યારે જો રૂટે 23 ટેસ્ટ અને 16 વન ડે આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી નવેમ્બર 2019 માં આવી હતી. ત્યારથી તે એક પણ સદી ફટકારી શક્યો નથી. લંડનનાં ધ ઓવલ મેદાન પર રમાઈ રહેલી સીરીઝની ચોથી ટેસ્ટ મેચમાં એવું લાગતું હતું કે વિરાટ રાહ જોશે, પરંતુ 50 રન બનાવીને આઉટ થઈ ગયો.