Not Set/ બોગસ એન્કાઉન્ટર કેસમાં ડી.જી.વણઝારા અને એન.કે.અમીનને સીબીઆઇ કોર્ટે આપી મોટી રાહત

બહુચર્ચિત ઈશરત જહાં બોગસ એન્કાઉન્ટર કેસમાં ડી.જી.વણઝારા અને એન.કે.અમીનની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થઇ જેમા તેને મોટી રાહત મળી હોવાનુ સામે આવી રહ્યુ છે. આજે સીબીઆઈ કોર્ટમાં ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી  હાથ ધરાઇ હતી. આ પહેલા સીબીઆઈ કોર્ટમાં થનારી આ સુનાવણી પર સૌની મીટ મંડાયેલી હતી. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ […]

Top Stories Ahmedabad Gujarat
d g vanazara and amin બોગસ એન્કાઉન્ટર કેસમાં ડી.જી.વણઝારા અને એન.કે.અમીનને સીબીઆઇ કોર્ટે આપી મોટી રાહત

બહુચર્ચિત ઈશરત જહાં બોગસ એન્કાઉન્ટર કેસમાં ડી.જી.વણઝારા અને એન.કે.અમીનની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થઇ જેમા તેને મોટી રાહત મળી હોવાનુ સામે આવી રહ્યુ છે. આજે સીબીઆઈ કોર્ટમાં ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી  હાથ ધરાઇ હતી. આ પહેલા સીબીઆઈ કોર્ટમાં થનારી આ સુનાવણી પર સૌની મીટ મંડાયેલી હતી.

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા અને પૂર્વ પોલીસ અધિકારી એન.કે.અમીનને મોટી રાહત આપતો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને ડિસ્ચાર્જ કર્યા છે. સીબીઆઈનાં જજ જે.કે.પંડ્યાએ ચુકાદો આપતા વણઝારા અને એન.કે.અમીનને કેસમાંથી મુક્ત કર્યા છે.

રાજ્ય સરકારે કાર્યવાહીની મંજૂરી ન આપતા વણઝારા અને એન.કે.અમીનની મુક્તિ થઈ છે. ડીજી વણઝારાએ કોર્ટના ચુકાદોને આવકાર્યો છે. નોંધનીય છે કે ડી.જી વણઝારા અને એન.કે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી.

પૂર્વ પોલીસ અધિકારી એન.કે.અમીન અને આઇપીએસ ડી.જી.વણઝારાને સીબીઆઇ કોર્ટે આજે મોટી રાહત આપી છે. આજે આ બંન્ને ઉપર ઇશરત જહાં બોગસ એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જ અરજી પર સુનવણી કરવામાં આવી, જેમા તે બંન્નેને કોર્ટે રાહત આપી છે. તમને જણાવી દઇએ સીબીઆઇ કોર્ટમાં આ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. મહત્વની બાબત એ છે કે આ બંન્ને ડી.જી.વણઝારા અને એન.કે.અમીને સીબીઆઇ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવી હતી. તેમની માંગ હતી કે અમારા વિરુદ્ધ કોઇ પુરાવા ન હોવાના કારણે અમને આ કેસમાંથી મુક્તિ મળે તે માટે આ ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવી હતી. જો કે હવે સીબીઆઇ કોર્ટે આ બંન્નેને 15-15 હજારનાં બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જો કે આ તેમના માટે મોટી રાહત બરાબર સાબિત થયુ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ તે બંન્ને થોડી ક્ષણોમાં કોર્ટની બહાપ આવી મીડિયા સમક્ષ પોતાની વાતને રજૂ કરશે.