Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કલેક્ટર વિભાગ પણ હરકતમાં આવ્યું

સમર્ગ રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા પણ ઇલેક્શનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે…..

Gujarat Others
police attack 37 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કલેક્ટર વિભાગ પણ હરકતમાં આવ્યું

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સમર્ગ રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા પણ ઇલેક્શનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેથી દરેક રાજકીય પક્ષ દ્વારા સત્તા મેળવવા માટે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કલેક્ટર વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં પણ કલેક્ટર સંદીપ સંગલે ચૂંટણીને લઈને કરવામાં આવતી તમામ તૈયારીઓ માટે આખરી ઓપ આપી દીધી છે. જેના પગલે આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે કલેકટર કચેરીએ જિલ્લાઓમાં મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને તમામ રિટર્નીગ અધિકારી તેમજ આસિસ્ટન રિટર્નિંગ અધિકારીને ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમવામાં આવ્યા છે. જેની ચૂંટણીની કામગીરીમાં કોઈ ઉણપ ના રહી જાય તે માટે નિમાયેલા અધિકારીઓને તાલીમ આપવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આવનારી ચૂંટણી અંગે જિલ્લાનાં તમામ ડેપ્યુટી કલેકટર તેમજ મામલતદારને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રેસિડેન્ટ કલેકટર હર્ષદ વોરાને અમદાવાદ જિલ્લાનાં નોડલ અધિકારી તરીકે કામગીરી સોંપવામાં આવી છે. જે આવનારી ચૂંટણીમાં થતી તમામ તૈયારીઓની ગતિ વિધિ પર ચાંપતી નજર રાખશે. તેમજ કોઈ પણ તૈયારીઓમાં ક્યાંય કચાસ ન રહી જાય તેનું પણ ધ્યાન રાખશે. સમર્ગ રાજ્યમાં પણ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. તેનું પણ કડક પાલન કરવા માટે કલેક્ટર સંદીપ સાંગલેએ સૂચના આપી દીધી છે. આચારસંહિતાનો ભંગ ન થાય તેનું પણ સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે. સાથે સાથે તમામ રાજકીય પક્ષ પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો