સુપ્રીમ કોર્ટ/ કોલેજિયમે હાઇકોર્ટના જજની નિયુક્તિ માટે 68 નામોની ભલામણ કરી, નવ મહિલા પણ સામેલ

કોલેજિયમે 25 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરની બેઠકોમાં હાઇકોર્ટમાં જજ તરીકે પ્રમોશન માટે 112 ઉમેદવારોના નામ પર વિચાર કર્યો હતો

Top Stories
suprime court123 2 કોલેજિયમે હાઇકોર્ટના જજની નિયુક્તિ માટે 68 નામોની ભલામણ કરી, નવ મહિલા પણ સામેલ

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અલ્હાબાદ, રાજસ્થાન અને કલકત્તા સહિત 12 હાઇકોર્ટમાં જજોની નિમણૂક માટે એક સાથે 68 નામોની ભલામણ કરી છે. આ હાઇકોર્ટમાં ન્યાયાધીશોની અછત છે.સૂત્રોએ જણાવ્યું કે જસ્ટિસ રમના, જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એએમ ખાનવિલકરની ત્રણ સભ્યોની કોલેજિયમે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. માર્લી વાનકુંગ મિઝોરમથી ગૌહાટી હાઇકોર્ટમાં જજ તરીકે નામાંકિત થનાર પ્રથમ ન્યાયિક અધિકારી બન્યા છે. તે અનુસૂચિત જનજાતિમાંથી છે. તેના સિવાય અન્ય નવ મહિલા ઉમેદવારોની પણ ભલામણ કરવામાં આવી છે.

કોલેજિયમે 25 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરની બેઠકોમાં હાઇકોર્ટમાં જજ તરીકે પ્રમોશન માટે 112 ઉમેદવારોના નામ પર વિચાર કર્યો હતો. “તેમાંથી, 68 ના નામ 12 હાઇકોર્ટ, 44 બારમાંથી અને 24 જ્યુડિશિયલ સર્વિસ માટે મંજૂર કરાયા હતા.

નોંધનીય છે કે જો આ નામો કેન્દ્ર દ્વારા મંજૂર કરવામાં આવે તો આ ન્યાયાધીશોની નિમણૂક અલ્હાબાદ, રાજસ્થાન, કલકત્તા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, મદ્રાસ, પંજાબ-હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ અને આસામમાં કરવામાં આવશે.  આમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં 16 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવશે, જેમાં કુલ 160 ન્યાયાધીશો હોવા જોઈએ, પરંતુ હાલમાં 93 જજ છે.