Not Set/ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ બની દયનીય, રેગ્યુલર પરીક્ષાઓ રદ થતા હવે અમારું શું ?..

ગુજરાતમાં ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાનો નિર્ણ કરી આગલા ધોરણમાં પ્રમોશન આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે કર્યો છે.

Gujarat Others
A 44 ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ બની દયનીય, રેગ્યુલર પરીક્ષાઓ રદ થતા હવે અમારું શું ?..

ગુજરાતમાં ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાનો નિર્ણ કરી આગલા ધોરણમાં પ્રમોશન આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે કર્યો છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. પરિણામે રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ નહીં ઘરના કે નહીં ધાટના જેવી થઇ છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં નહીં મૂકવાનો અભિગમ અપનાવી ધોરણ-10 અને 12ની પરીક્ષા વિના તમામ રેગ્યુલર વિદ્યાર્થોઓને પ્રમોશન આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે કર્યો છે. પરંતુ અગાઉ બોર્ડ આયોજીત પરીક્ષામાં નાપાસ થયા હોય અને આ વર્ષે રિપીટર તરીકે પરીક્ષા આપવાની હોય એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે કોઇ નિર્ણય કર્યો નથી. પરિણામે ધોરણ-10માં રિપીટર રહેલાં અંદાજે 3,62 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ-12ના 1.25 લાખ વિદ્યાર્થીઓ દ્વિધાપૂર્ણ સ્થિતિમાં મૂકાયા છે.

આ પણ વાંચો : કાર ચાલકે બાઈક સવાર યુવકોને લીધા અડફેટે, 3 નાં કમકમાટીભર્યા મોત

હાલ તેઓએ પરીક્ષાની તૈયારી કરવી કે આગળના વર્ષની પૂર્વતૈયારી એ અંગે વિદ્યાર્થી-વાલી-શિક્ષકો અને ખુદ સંચાલકો પણ મૂંઝવણ અનુભવી રહ્યાં છે.  ધોરણ-12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયની જાહેરાત કર્યા બાદ મિડિયાએ આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહં ચૂડાસમાને પ્રછતાં હજી નિર્ણય કર્યો નથી એમ જણાવ્યું હતું. પરંતુ આ અંગે ક્યારે જાહેરાત કરાશે, એ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.

આ સંજોગોમાં વિદ્યાર્થીઓ રિપીટર તરીકે અભ્યાસ કરે કે આગલા વર્ષની પૂર્વ તૈયારી કરે એ અંગે અંતિમ નિર્ણયની રાહ જોવાઇ રહી છે. વિદ્યાર્થીઓના હિતમાં આ અંગે સરકાર વહેલીતકે નિર્ણય જાહેર કરે તો આગળની કાર્યવાહી માટે વિદ્યાર્થીઓનો માર્ગ મોકળો થઇ શકે. સરકાર ક્યારે જાહેરાત કરે છે,તેના પર રિપીટર વિદ્યાર્થીઓની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો :સુરેલમાં સ્મશાને જવાના રસ્તે દબાણથી લોકોમાં રોષ, ગ્રામજનોએ જીલ્લા લેવલે કરી રજૂઆત

આ પણ વાંચો :બનાસકાંઠામાં હવામાન બદલાયો, ખેતરમાં વીજળી પડતાં અનેક પશુઓના થયા મોત

sago str 3 ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ બની દયનીય, રેગ્યુલર પરીક્ષાઓ રદ થતા હવે અમારું શું ?..