જોખમી મુસાફરી/ છોટાઉદેપુરમાં બ્રિજની હાલત કફોડી, વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી થવુ પડે છે પસાર

છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે નંબર 56 જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરથી પસાર થતો બ્રિજ ખૂબ જૂનો હોવાથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે.

Gujarat Others
Untitled 86 5 છોટાઉદેપુરમાં બ્રિજની હાલત કફોડી, વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી થવુ પડે છે પસાર

છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે નંબર 56 જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરથી પસાર થતો બ્રિજ ખૂબ જૂનો હોવાથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. જ્યારે આ બ્રિજ પરથી અસંખ્યા વાહનો પસાર થતા હોવાથી જોખમી બન્યો છે. બ્રિજ પર તિરાડો પડી ગઈ છે તેમજ નદીમાં ભારે વરસાદી પાણી આવતા પીલરો બેસી ગઈ છે. જેના કારણે વાહન ચાલકોને જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવાનો વારો આવ્યો છે.

નેશનલ હાઇવે નંબર 56 કે જે વડોદરા અને છોટાઉદેપુર સહિત મધ્ય પ્રદેશને જોડે છે. જેના ઉપર કેટલાક નદીઓ ઉપર બ્રિજ બનાવવામ આવ્યા છે.જે આજે જોખમ કારક બની ગયા છે. પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે ખૂબ જૂનો અને જર્જરીત છે. જેના ઉપર થી અસંખ્ય ભારદારી વાહનો પસાર થતા હોઈ છે આ બ્રિજ એટલા માટે હવે જોખમી બન્યો છે કે બ્રિજ ઉપરના રોડ પર તિરાડો પડી છે અને જે પિલારો છે તે ભારજ નદીમાં ભારે વરસાદી પાણી આવતા પીલારો બેસી ગયા છે.

વર્ષો જૂના આ બ્રિજ પર વારંવાર લીપાપોટી કરવામાં આવી છે જે સાઈડ પર સિમેન્ટની રેલીંગ હતી તેની જગ્યાએ પેરાફિટ બનાવવામ આવી છે રોડ પર વારંવાર ડામર નાખવામાં આવતા પૂલ પર વજન પણ વધી ગયું છે જે બ્રિજ નમવાનું કારણ ગણી શકાય જે પેરાફિટ બનાવવામાં આવે એ છે જે પૂલ વચ્ચેથી નમી જતા લગભગ ચારથી પાંચ ઇંચની જગ્યા ખુલ્લી થઈ છે.

તંત્રને જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું અને તંત્રની તપાસમાં સામે આવ્યું કે આ પૂલ જોખમ કારક બની ગયો છે જેને લઇ છોટાઉદેપુર કલેકટરે જાહેરનામુ પણ બહાર પાડી દીધું અને રાહદારીઓ માટે રસ્તો બંધ કરવી દીધો છે તાત્કાલિક રાત્રિ ના સમયે બેરિટેક લગાવી દઈ પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે.

રાહદારીઓ માટે મોટી સમસ્યા એ છે કે બોડેલી થી જો છોટાઉદેપુર જવું હોઈ તો તેને મોડાસર તરફ થઈ જેતપુર આવવું પડે અને જેતપુર થી રંગલી ચોકડી થઈ બોડેલી આવવા માટે 25 કિમીનો વધારા નો ચક્કર લાગવવો પડે તેવી સ્થતિ નું નિર્માણ થયું છે. હાલ તો પૂલ નું નવીનીકરણ કરવું પડે તે જોવાઇ રહ્યું છે.તંત્ર હવે આ બાબતે શું વિચારે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!