demolition/ જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું

જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલ નગર વિસ્તારમાં આવેલા બે ધાર્મિક……….

Top Stories Gujarat
Image 2024 06 20T114707.627 જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું

@સાગર સંગાણી

Jamnagar News: જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલ નગર વિસ્તારમાં આવેલા બે ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ બંદોબસ્તની હાજરીમાં દૂર કરી લેવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની જગ્યા પર ઉભું કરાયેલું બાંધકામ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

WhatsApp Image 2024 06 20 at 10.40.50 AM 1 જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું

જામનગરના સોનલ નગર વિસ્તારમાં આવેલા બે ધાર્મિક સ્થળો, જે મહાનગરપાલિકાની જગ્યામાં બે ડેરીઓ બનાવેલી હતી. ઉપરોક્ત જગ્યા ખુલ્લી કરાવવા માટે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એસ્ટેટ શાખાની ટીમ ભારે પોલીસ બંદોબસ્તની સાથે સોનલ નગરમાં પહોંચી હતી. તેમજ બપોર બાદ બંને ધાર્મિક સ્થળોને દૂર કરી લઇ મહાનગરપાલિકાની જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા કોઈ વિરોધ ન થાય, તે માટે હાલ ઉપરોક્ત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

WhatsApp Image 2024 06 20 at 10.40.50 AM જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું

જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદેસર દરગાહ ઊભી કરવામાં આવી હતી તેને વહીવટી તંત્ર પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી છે. જયારે આ દરગાહ રણજીતસાગર ડેમમાં ગેરકાયદેસર ઊભી કરવામાં આવી હતી તેને આજરોજ બપોરના સમય બાદ સાંજના ચાર વાગ્યા થી ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માત્ર ચાર કલાકમાં જ તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યું છે અને રણજીતસાગર ડેમમાં જીસીબી ડમ્પર સહિતના સાધનો વડે તમામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.

WhatsApp Image 2024 06 20 at 10.40.49 AM જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું

જ્યારે આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા અને LCB, SOG અને પંચકો સીબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. જ્યારે કામગીરી સમયે કોઈ પણ લોકોને અવરજવર માટે પ્રતિબંધ કરી દેવામાં આવ્યું હતું.

તેમજ રણજીતસાગર ડેમ પર ગેરકાયદેસર 12000 થી 15000 ફૂટનો સરકારી કબજો અને ગેરકાયદેસર બાંધકામ હટાવવા કલેકટરને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જામનગર તાલુકાના હર્ષદપુર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 11 જુના સર્વે નંબર 9003 ખાતા નંબર 583 વાડી જમીનમાં 1750 ચોરસ મીટર જમીનમાં પરવાનગી વગર ધાર્મિક ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. તેને આજરોજ વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે

આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ પણ ગઈ હતી TRP ગેમઝોનમાં, વીડિયો સામે આવ્યો…

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર