Not Set/ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ

કોરોના મહામારીનાં કારણેે સમગ્ર વિશ્વ આજે હેરાન પરેશાન થઇ ગયુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

Top Stories World
2 155 સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ

કોરોના મહામારીનાં કારણેે સમગ્ર વિશ્વ આજે હેરાન પરેશાન થઇ ગયુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન, વિશ્વવ્યાપી કોવિડ-19 નાં કેસો વધીને 17.84 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 38.6 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

2 156 સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ / ભારતથી લઇને અમેેરિકા સુધી આજે તમામ લોકો યોગ દિવસની કરી રહ્યા છે ઉજવણી, Photos

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલમાં વિશ્વભરમાં કોરોનાનાં કેસો અને મૃત્યુઆંકની કુલ સંખ્યા અનુક્રમે 17,84,24,674 અને 38,64,442 થઇ ગયા છે.  સીએસએસઈ અનુસાર, અમેરિકામાં વિશ્વનાં સૌથી વધુ કેસ અને મૃત્યુ થયા છે. આ દેશ સૌથી વિકસિત હોવા છતા પણ અહી કોરોનાનું તાંડવ જોવા મળ્યુ હતુ. અમેરિકામાં કોરોનાનાં સૌથી વધુ 3,35,41,849 કેસ અને 6,01,826 મોતનાં  આંકડા નોંધાયા છે. વળી જો ભારતની વાત કરીએ તો, અમેરિકા બાદ સૌથી વધુ કેસ મામલે ભારત જ આવે છે. જ્યા 2,98,81,772 કેસ સામે આવી ચુક્યા છે.

2 157 સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ

જમ્મુ-કાશ્મીર / સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી ઠાર

સીએસએસઈનાં આંકડા મુજબ, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય દેશોમાં બ્રાઝિલ (17,92,7,928), ફ્રાંસ (58,19,088), તુર્કી (53,70,299), રશિયા (52,55,214), યુકે (46,46,067), આર્જેન્ટિના (42,68,789), ઈટાલી (42,52,976), કોલમ્બિયા (39,45,166), સ્પેન (3,757,442), જર્મની (37,30,126) અને ઈરાન (30,95,135) છે. 501,825 નંબર સાથે કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં બ્રાઝિલ બીજા ક્રમે છે. ભારતમાં (3,86,708), મેક્સિકો (2,31,151), યુકે (1,28,240), ઇટાલી (1,27,270), રશિયા (1,27,206) અને ફ્રાન્સ (1,10,900) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

kalmukho str 9 સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ