BJP/ વસ્ત્રાલથી સી આર પાટીલની સટાસટી, કહ્યું- પેજ કમિટી અણુ બોમ્બ : HM જાડેજાનો કર્યો આવો રણકાર

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે અમદાવાદનાં વટવા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. પ્રદેશ અધ્યક્ષ પાટીલનું વટવા વિધાનસભા વિસ્તારનાં

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
patil 3 વસ્ત્રાલથી સી આર પાટીલની સટાસટી, કહ્યું- પેજ કમિટી અણુ બોમ્બ : HM જાડેજાનો કર્યો આવો રણકાર

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે અમદાવાદનાં વટવા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. પ્રદેશ અધ્યક્ષ પાટીલનું વટવા વિધાનસભા વિસ્તારનાં વસ્ત્રાલનાં ભાજપ કાર્યક્રમ સ્થળે કાર્યકરોએ ઢોલ નગારાની રમજટ સાથે ભારે ઉષ્મા ભેર સ્વાગત કર્યું હતું. સી આર પાટીલ વસ્ત્રાલનાં ભાજપ કાર્યક્રમ સ્થળે રેલી સ્વરૂપે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન કરતા પહોંચ્યા હતા.  કાર્યક્રમ સ્થળે સાધુ સંતો સહિત ગુજરાતનાં ગૃૃહમંત્રી અને વટવા વિધાનસભાનાં ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૂંટણી નિરીક્ષક અને ભાજપનાં સિનિયર નેતા આઈ કે જાડેજા સહિત શહેર ભાજપ પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ સી.આર.પાટીલને 182 કમળનો હાર પહેરાવી આવકાર્યા હતા.

bjp.JPG2 વસ્ત્રાલથી સી આર પાટીલની સટાસટી, કહ્યું- પેજ કમિટી અણુ બોમ્બ : HM જાડેજાનો કર્યો આવો રણકાર

સી આર પાટીલની સંબોઘનમાં સટાસટી 

મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંબોઘનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસને બરોબર આડે હાથે લેતા ભાજપની પેજ કમિટીને અણુ બોમ્બ સમી ગણાવી હતી. પાટીલે પેજ કમિટીની અણુ બોમ્બ ઇફેક્ટની વાત કોંગ્રેસને બરોબર સમજાય ગઈ છે તેવી ટકોર કરતાની સાથે સાથે એમ પણ કહ્યું હતું કે પેજ કમિટીનો ગુજરાત વિઘાનસભાનાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી કોંગ્રેસની બેઠકમાં પણ ઉલ્લેખ કરે છે.

bjp.JPG1 વસ્ત્રાલથી સી આર પાટીલની સટાસટી, કહ્યું- પેજ કમિટી અણુ બોમ્બ : HM જાડેજાનો કર્યો આવો રણકાર

કોંગ્રેસ પર પ્રહાર કરતા પાટીલે વધુમાં કહ્યું કે, ગાંધીજીએ કહેલું કોંગ્રેસનું વિસર્જન કરો. મહાત્મા ગાંધીના આ સપનાને ભાજપ પૂરું કરશે. સીઆર પાટીલે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, હું ભણતો ત્યારથી બીજા નંબરે જ આવતો અને બીજા નંબરની હવે મને નવાઈ નથી. કોંગ્રેસના નેતાઓ હવાઈ ગયા છે. નિવેદનીયા નેતાઓ પોત-પોતાની બોડમાં ઘુસી ગયા છે. કોંગ્રેસના નેતાઓ આમ તો પેપર ટાઇગર છે.

bjp 2 વસ્ત્રાલથી સી આર પાટીલની સટાસટી, કહ્યું- પેજ કમિટી અણુ બોમ્બ : HM જાડેજાનો કર્યો આવો રણકાર

ભાજપ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા પાટીલે દાવો કર્યો કે, ભાજપ કાર્યકર્તા પોતાની તાકાત પર ચૂંટણી લડશે. કોઈને કલ્પી ન હોય એટલી બેઠકો ભાજપ જીતશે. અરે કોંગ્રેસ ભાજપની જીતથી બેહોશ થઈ જશે. આજની રેલી જોઇને લોકોને ચૂંટણી પરિણામ આવ્યાનું લાગ્યું છે. અને પરિણામ પણ આવા ભવ્ય જ આવશે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુંકાર

bjp.JPG4 વસ્ત્રાલથી સી આર પાટીલની સટાસટી, કહ્યું- પેજ કમિટી અણુ બોમ્બ : HM જાડેજાનો કર્યો આવો રણકાર

કાર્યક્રમમાં હાજર રહેલા વટવા વિધાનસભાનાં ધારાસભ્ય અને ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાનાં સંબોધનમાં ભાજપનાં સ્થાનિક કાર્યકર્તાઓની મહેનત બિરદાવતા અને જુસ્સો વધારતા કહ્યું કે, કાર્યકર્તાઓની મહેનતથી વટવામાં ભાજપની લીડ વધી છે અને વટવામાં ભાજપની લીડ સતત વધતી રહેશે. કોરોનાનાં કપરા કાળમુખા કાળમાં પણ ભાજપનાં કાર્યકર્તાઓએ અવિરત સેવા કરી છે. ભાજપનાં એક પણ કાર્યકર્તાએ પોતાની પરવાહ કર્યા વગર પોતાનાં વિસ્તારના લોકોની સેવા કરી છે. પેજ કમિટી વિશે વાત કરતા જાડેજાએ હુકાર કર્યો કે પેજ કમિટી તો ભાજપનું રાજકીય રામબાણ છે. વટવા-વસ્ત્રાલ વિસ્તારમાં ભાજપનાં શાસનનો સીધો દબદબો એ પણ કહી શકાય કે, ગુજરાતમાં મેટ્રો ટ્રેનની પ્રથમ શરૂઆત વસ્ત્રાલથી થઈ છે.

સાંસદ હસમુખ પટેલનું નિવેદન
કાર્યક્રમમાં હાજર ભાજપનાં વટવા-વસ્ત્રાલ(અમદાવાદ)નાં સાંસદ હસમુખ પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું કે,  ભાજપનો વ્યાપ વધતા કોંગ્રેસને તો ઉમેદવાર જો નહિ મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ મહાનગરની ચૂંટણીમાં ભાજપ 192 બેઠકોનાં લક્ષયાંક સાથે મનપા ચૂંટણીમાં આગળ વધી રહ્યો છે.

શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે કહ્યું આવું 

ભાજપનાં વસ્ત્રાલનાં કાર્યક્રમમાં હાજપ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે, પેજ સમિતિનો પાયો સી.આર.પાટીલે નાખ્યો છે અને ચૂંટણીમાં અમદાવાદ મનપામાં 175 થી વધુનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જે ભાજપ આરામથી કબજે કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…