કાર્યવાહી/ યુવતીને સોશિયલ મીડીયા ઉપર બદનામ કરનારની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ સોશિયલ મીડિયા દૂર ઉપયોગ કરીને લોકો ને પરેશાન કરવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા માં યુવતીના ફોટા અને  તેના નામનો ખોટો ઉપયોગ કરીને યુવતી નું ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને પરેશાન કરવામાં આવતી હતી જેને લઈને યુવતીએ સાઇબરક્રાઇમ ખાતે  ફરિયાદ કરી હતી. જેને પગલે […]

Ahmedabad Gujarat
Screenshot 20210401 172115 e1617278000727 યુવતીને સોશિયલ મીડીયા ઉપર બદનામ કરનારની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ

સોશિયલ મીડિયા દૂર ઉપયોગ કરીને લોકો ને પરેશાન કરવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા માં યુવતીના ફોટા અને  તેના નામનો ખોટો ઉપયોગ કરીને યુવતી નું ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને પરેશાન કરવામાં આવતી હતી જેને લઈને યુવતીએ સાઇબરક્રાઇમ ખાતે  ફરિયાદ કરી હતી. જેને પગલે સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસ ની મદદ થી આરોપી અતુલ પટેલ કે જેઓ બહુચરાજી નો રહેવાસી છે તેને જડપી પાડ્યો હતો અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મહિલાઓની હવે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પણ હેરાનગતિ થવા લાગી છે. પહેલા જાહેર માર્ગ કે જાહેર સ્થળ ઉપર મહિલાઓની છેડતીના કિસ્સા બનતા હતા. જોકે, હવે સોશિયલ સાઈટ ઉપર પણ મહિલાઓની છબી ખરાબ કરવાના કિસ્સા પ્રકાશમાં આવતા થઇ રહ્યા છે જે ખુબજ શર્મનાક બાબત છે.

અમદાવાદમાં રહેતી ખુશ્બૂ નામની 20 વર્ષીય યુવતીએ વિચાર્યું પણ નહતું કે તે સોશિયલ ક્રાઈમની અડફેટે આવી જશે અને તેનું નામ ખરાબ થઇ જશે. કોઈ અજાણી વ્યક્તિએ ખૂશ્બૂના નામનું ફેંક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેના સિમ્પલ ફોટોઝને એડિટ કરીને તેના ફેસને અન્ય નગ્ન યુવતીના ફેસ સાથે જોડી દઈને આવા ગંદા ફોટા વાઇરલ કરી દીધા છે. ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ ઉપર યુવતીના એડિટિંગ વાળા નગ્ન ફોટા વાઇરલ થયા બાદ આ અંગેની ખબર જયારે ખુશ્બૂ અને તેના ઘરના સભ્યોને પ્રાપ્ત થઇ હતી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી પડી હતી.

બે ઘડી માટે તો ખુશ્બુ અને તેના માતા પિતા શોકમાં રહી ગયા હતા કે હવે એમની દીકરીની લાજ કેવી રીતે સચવાશે. સમાજમાં લોકો કેવી રીતે તેમની દીકરીની સામે જોશે તેવા ઘણા બધા વિચારો તેમના મનમાં આવી રહ્યા હતા અને સાથે સાથે તેમની આંખોમાંથી આંસુ પણ નીકળી રહ્યા હતા.

ખુશ્બૂએ ખુબજ હિમ્મતની સાથે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં જઈને અજાણ્યા ઈસમની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ ના આધારે અજાણ્યા ઇન્સટ્રાગ્રામ યુઝર સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.